મોરબીના સિરામિક, પેપરમિલ અને ટેક્સટાઈલ સહિત ઔદ્યોગિક એકમોની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કરી મુલાકાત મોરબીમાં મિનરલ્સના કારખાનેદારોને રાજસ્થાના ખનીજ માટે રોયલ્ટીના નામે હેરાન કરવાનું બંધ કરો: કલેકટરને કરી રજૂઆત મોરબી મહાનગરપાલિકામાં મેયરના અધ્યક્ષસ્થાને પ્રી-મોન્સૂન એક્શન પ્લાનની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ મોરબી શહેર-જીલ્લામાં લાયકાત વગરના બોગસ પત્રકારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ: વેંચતા લીધેલા પ્રેસ કાર્ડ તાત્કાલિક જમા કરાવવા ડીવાયએસપીની તાકીદ મોરબી મહાપાલિકાની એક પણ સમિતિમાં પદ સ્વીકારવાનો દલવાડી સમાજના ચૂંટયેલા 8 કોર્પોરેટરોનો ઇન્કાર: જીલ્લા પ્રમુખને કરી રજૂઆત માળીયા (મી)ના ખાખરેચી ગામે કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું મોરબીની સબ જેલમાં બકરી ઇદ ઉજવાઇ મોરબીના વીરપર-લીલાપર વચ્ચે નવા બનેલા રોડને તોડીને બાંધકામ શરૂ કરાયું !
Breaking news
Morbi Today

મોરબીમાં મિનરલ્સના કારખાનેદારોને રાજસ્થાના ખનીજ માટે રોયલ્ટીના નામે હેરાન કરવાનું બંધ કરો: કલેકટરને કરી રજૂઆત


SHARE











મોરબીમાં મિનરલ્સના કારખાનેદારોને રાજસ્થાના ખનીજ માટે રોયલ્ટીના નામે હેરાન કરવાનું બંધ કરો: કલેકટરને કરી રજૂઆત

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતું ખનીજ મોટાભાગે રાજસ્થાનથી આવતું હોય છે અને અહીં મિનરલ્સના કારખાના ધરાવતા કારખાનેદારો તે મટીરીયલ ઉપર પ્રોસેસ કરીને પાવડર બનાવે છે અને તેનો ઉપયોગ ટાઇલ્સના ઉત્પાદનમાં થતો હોય છે જોકે મિનરલ્સના કારખાનેદારો સામે રોયલ્ટી બાબતે કાર્યવાહી કરવા માટેની કલેકટર દ્વારા તૈયારી કરવામાં આવી રહી હોય તે બાબતને લઈને આજે મિનરલ્સ એસો. દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી

મોરબીની આસપાસના વિસ્તારમાં 600 જેટલા સિરામિકના કારખાનાઓ ધમધમી રહ્યા છે અને તેમાં સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન કરવા માટે જે રોમટિરિયલનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં મોટાભાગનું રોમટીરીયલ રાજસ્થાનથી આવતું હોય છે અને રાજસ્થાનથી આવતું આ રોમટીરીયલ મિનરલ્સના કારખાનેદારો મંગાવે છે અને ત્યારબાદ રાજસ્થાનથી આવેલ ખનીજ ઉપર પ્રોસેસ કરીને તેને પાવડર ફોર્મમાં તૈયાર કરે છે જે પાવડરનો ઉપયોગ કરીને સિરામિક ટાઇલ્સ બનતી હોય છે જોકે, ગુરુવારે મોરબીના કલેક્ટર દ્વારા રવિરાજ ચોકડી પાસે આવેલ એ.જે. મિનરલ નામના કારખાના ખાતે જઈને કારખાનેદાર પાસેથી રોયલ્ટીની ડિટેલ તેમજ સ્ટોકની વિગતો માંગવામાં આવી હતી તે બાબતને લઈને મિનરલ્સના કારખાનેદારોમાં રોષની લાગણી હતી અને કારખાનેદારો દ્વારા તેઓના કારખાનાને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા હતા અને મિનરલ્સનું પરિવહન ઠપ્પ કરી દેવામાં આવ્યું હતું.

ત્યાર બાદ શુક્રવારે મોરબી મિનરલ્સ એસો. પ્રમુખ લલિતભાઈ કામરીયાની આગેવાની હેઠળ તમામ કારખાનેદારો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેઓએ લેખિતમાં રજૂઆત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજસ્થાનથી આવતું રોમટીરીયલ ઇવે બીલ અને જીએસટી આધારે તેઓને મળતું હોય છે તેના માટેના કોઈ રોયલ્ટી પાસ આવતા નથી જેથી કલેકટર તેઓની વાત સાંભળીને યોગ્ય કાર્યવાહી કરવા માટેની ખાતરી આપી હતી સાથો સાથ મોરબીના મિનરલ્સના ધંધાર્થીઓને તેઓના સ્ટોક રજીસ્ટર રાખવા માટેની સૂચના પણ આપી હતી






Latest News