મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

એકાદશી નિમિતે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ અને છાશનું વિતરણ


SHARE











એકાદશી નિમિતે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ અને છાશનું વિતરણ

પરમાત્માની સાચી સેવા એ છે કે તરસ્યાને પાણી અને થાકેલાને રાહત આપવી.પવિત્ર પુરુષોત્તમ માસની એકાદશીના શુભ અવસરે મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા માનવસેવાનું અનોખું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ભીષણ ગરમીમાં રાહદારીઓ, દર્દીઓના સગાસંબંધીઓ તથા સામાન્ય જનતાને શીતળતા અને તાજગી મળે તે હેતુથી સિવિલ હોસ્પિટલ ખાતે ૭૦૦ ગ્લાસ શેરડીના રસ તેમજ ૧૦૦ ગ્લાસ ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસથી વ્યાકુળ લોકોને ઠંડક આપવાનો આ નાનકડો પ્રયાસ લોકો માટે રાહતરૂપ બન્યો હતો. સેવાના આ કાર્યથી અનેક લોકોના ચહેરા પર સંતોષ અને આનંદની લાગણી જોવા મળી હતી.મુસ્કાન વેલફેર સોસાયટીનું માનવું છે કે ધાર્મિક પર્વોની સાચી ઉજવણી ત્યારે જ થાય છે જ્યારે તેમાં માનવતાની સુગંધ ભળે. એકાદશીના આ પવિત્ર દિવસે કરવામાં આવેલી આ સેવા માત્ર તરસ છીપાવવાનો પ્રયાસ નહોતો, પરંતુ માનવતા, કરુણા અને પરોપકારનો જીવંત સંદેશ પણ હતો.મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. અંતે સૌએ પ્રાર્થના કરી કે ભગવાન શ્રીહરિ સૌના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ વરસાવે.






Latest News