હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ બ્રિજ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાનો રાજકોટ ખસેડાયા


SHARE





મોરબીના પરશુરામ બ્રિજ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાનો રાજકોટ ખસેડાયા

મોરબીના નવલખી હાઇવે ખાતે અજાણ્યા કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાનોને મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવેલ છે.

વધુમાં પ્રાપ્ત માહિતી પ્રમાણે મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલા પરશુરામ ઓવરબ્રિજ નજીક અજાણ્યા કારના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લીધું હતું.આ બનાવમાં બાઈકમાં સવાર વ્રજમોહન ગિરવરભાઈ રામદેવ (૧૮) તેમજ અભિષેક રામભોગભાઈ દરજ (૨૪) રહે.બંને યમુનાનગર નવલખી રોડ મોરબી ને ગંભીરપણે ઘવાયેલ હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.અત્રે બંનેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલત વધુ નાજુક જણાતા બંનેને રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતેથી પોલીસમાં જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપરના શોભેશ્વર રોડ ખાતે મારામારીના બનાવમાં પીઠ તથા થાપાના ભાગે ઇજા થતાં વાલાભાઈ દેવજીભાઈ ધોળકિયા નામના ૪૨ વર્ષના યુવાનને અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચૌહાણ દ્વારા બનાવની નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી.

ઊંચાઈએથી પડી જતા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ લાલજીભાઈ રાઠોડ નામનો ૪૨ વર્ષનો યુવાન બીજા માળની ઊંચાઈએથી નીચે પડી ગયો હોય તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.બનાવને પગલે જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના સતિષભાઈ ગળચર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે સોઓરડી પાસેના ચામુંડાનગર વિસ્તારમાં રહેતા ચિરાગભાઈ અમૃતભાઈ સાગઠીયા નામના ૩૬ વર્ષના યુવાનને તેના ઘર નજીક કોઈ વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો હતો.જેથી તેને સારવારમાં ખસેડાયો હતો બનાવને પગલે હોસ્પિટલમાંથી પોલીસને જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા પહોંચીને તપાસ કરવામાં આવી હતી.તેમ પોલીસસુત્રો દ્વારા જણાવાયેલ છે.

મારામારીમાં ગંભીર ઈજા

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા લુસણીયા ગામે રહેતા મહેશભાઈ હીરાભાઈ ઉમખાણીયા નામના ૩૦ વર્ષના યુવાનને તેના ગામમાં આવેલ સહકારી મંડળી પાસે મેસરીયા રોડ ખાતે માર મારવામાં આવ્યો હતો.કુહાડી તથા પથ્થર વડે તેને માર મારવામાં આવતા મહેશભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અત્રે પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને પ્રાથમિક તપાસ બાદ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News