હળવદના ચરાડવા ગામે ઓફિસ અને મોરબીમાં ઘરમાં જુગારની રેડ: કુલ 17 શખ્સો 1.78 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાં ઘરમાંથી 20.14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ માળીયા (મી)ના ખાખરેચી ગામે શાક બનાવવાની પતિએ ના પડતાં ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના લાલપર પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને કૃષ્ણનગર ગામે બેભાન થઈ ગયેલ આધેડ મહિલાનું મોત ટંકારાના સજનપર ગામે એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે નજીવી વાતમાં મારા મારી: હવે સામસામે ફરિયાદ હળવદ પાણીની ખાલી બોટલ સ્કૂટરમાં અથડાવવાનો ખાર રાખીને યુવાન ઉપર પાઇપ વડે હુમલો વાંકાનેરના ભીમગુડા ગામે ખાણમાં કામ જોવા ગયેલા કોન્ટ્રાક્ટર યુવાન સહિત બે વ્યક્તિ ઉપર હુમલો માળીયા (મી)ના વવાણિયા ગામે લગ્ન પ્રસંગના મનદુખનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે માર મારી: હવે સામસામી ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ


SHARE







મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ

મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ અશોક પાન પાસે આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મોબાઈલ ફોન ઉપર ક્રિકેટ મેચના રનફેરના જુગાર માટે સોદા લખાવતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી તેની પાસેથી પોલીસે 600 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને હાલમાં એક મોબાઈલ નંબરના ધારક સહિત કુલ ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ અશોક પાન પાસે જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું અને મોબાઈલ ફોનથી હાર જીતના સોદા લખવામાં આવતા હતા જેથી પોલીસે સ્થળ ઉપરથી હિતેશભાઈ ઉર્ફે મોઢિયો ચંદ્રકાંતભાઈ ધોળકિયા (38) રહે. નવા ડેલા રોડ અશોક પાનની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરી છે અને તેની પાસેથી 600 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આ શખ્સ પાસેથી એક મોબાઇલનો નંબર તેમજ ઇસ્માઈલભાઈ કુરેશીનું નામ સામે આવ્યું છે જેથી પકડાયેલ આરોપી તેમજ મોબાઈલ ફોનના ધારક સહિત કુલ 3 શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બાકીના બે આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.




Latest News