મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં અકસ્માતના જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત: એક યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત


SHARE











મોરબી તાલુકામાં અકસ્માતના જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત: એક યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત

મોરબી તાલુકાના ઉટબેટ સામપર ગામે યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જ્યારે રંગપર ગામની સીમમાં આવેલ કારખાનામાં તથા રવિરાજ ચોકડી નજીક આવેલ કારખાનામાં જુદી જુદી બે જગ્યાએ અકસ્માતના બે બનાવ બન્યા હતા અને આ બે બનાવમાં બે યુવાનોના મોત નિપજ્યા છે આમ ત્રણેય અપમૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના ઉટબેટ (સામપર) ગામે રહેતા ચિરાગભાઈ ભીખાભાઈ રતનાણી (34) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં ત્રાજપર ચોકડી ગોકુલ પાર્ક ખાતે રહેતા ધીરજભાઈ મોતીલાલ માલવી (37) નામનો યુવાન રંગપર ગામની સીમમાં આવેલ સોલેન્ટો સીરામીક કારખાનામાં કામ કરતા સમયે 30 ફૂટની ઊંચાઈએ પતરાં ઉપરથી નીચે પટકાતા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નિપજ્યું હતું.ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની કલ્પેશભાઈ નરભેરામભાઇ (32) રહે.ગાળા તા.મોરબી એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઉત્તર પ્રદેશમાં રહેવાસી અને હાલમાં મોરબીના બાયપાસ રોડ ઉપર રવિરાજ ચોકડી પાસે આવેલ એ.જે. માઇક્રોન પ્રા.લી. નામના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા સંતોષભાઈ વિજયભાઈ માહવા (40) નામનો યુવાન કારખાનામાં ક્રેનથી સાઇક્લોન ઉપર લોખંડનું પ્લેટફોર્મ ચડાવતો હતો.ત્યારે ક્રેનનો બેલ્ટ તૂટી જવાના કારણે પ્લેટફોર્મ નીચે દબાઈ જવાથી યુવાનને ગંભીર ઇજા થઈ હતી.જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.તેમજ આ અકસ્માત બનાવમાં મૃતક સંતોષની સાથે કામ કરી રહેલા અન્ય ત્રણ લોકોને પણ ઇજાઓ પહોંચી હતી.જેમાં અસલમ (ઉંમર ૩૦) ભીમ મહંતો (ઉમર ૨૪) તેમજ ઉપેન્દ્ર મહંતો (ઉમર ૨૧) નામના અન્ય ત્રણ મજૂરોને પણ ઇજાઓ પહોંચતા તેમને પણ અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરા દ્વારા જણાવાયેલ છે.






Latest News