હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

ડૉક્યુમેન્ટ આપતા પહેલા સાવધાન: મોરબીમાં ઇંસ્ટંટ લોનના નામે બે વેપારી સાથે છેતરપિંડી કરનાર પકડાયો


SHARE





ડૉક્યુમેન્ટ આપતા પહેલા સાવધાન: મોરબીમાં ઇંસ્ટંટ લોનના નામે બે વેપારી સાથે છેતરપિંડી કરનાર પકડાયો
 
મોરબીમાં રહેતા યુવાનને ઇંસ્ટંટ લોન અપાવવાનું કહીને તેના મોબાઈલ ફોનમાંથી આધાર કાર્ડ, પાનકાર્ડ અને એટીએમ કાર્ડના નંબર મેળવી લીધા હતા અને ત્યાર બાદ યુવાન અને અન્ય વ્યક્તિના નામે જુદી જુદી ચાર લોન એક શખ્સે લઈ લીધી હતી અને તેના પૈસા ભરવામાં આવ્યા ન હતા જેથી મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવાયેલ હતી.જેમાં પોલીસે આરોપીનો રાજકોટથી કબ્જો લઇ જેલ હવાલે કર્યો હતો.

મોરબીમાં ગ્રીનચોક પાસે આવેલ કંસારા શેરીમાં રહેતા સંજયભાઈ સગુણભાઈ કાગડા (42) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી ગુર્જર રહે.લક્કી પાર્ક શેરી નં.1 સોમનાથ સોસાયટી રૈયા ટેલીફોન એક્સચેન્જની પાસે રાજકોટ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યુ હતુ કે મોરબીની મેઇન બજારમાં ગિરિરાજ વાસણ ભંડાર નામની દુકાન પાસે આરોપીએ ઇંસ્ટંટ લોન કરાવી આપવાનું કહીને ફરિયાદીનો મોબાઇલ ફોન મેળવી લીધો હતો.બાદ આરોપીએ તેમાંથી ફરિયાદીના આધારકાર્ડ, પાનકાર્ડ અને એટીએમ કાર્ડના નંબર ફરિયાદીની જાણ બહાર મેળવી લીધા હતા અને તેના આધારે આરોપીએ 62,000 તથા 11,000 ની જુદી-જુદી બે લોન લીધી હતી.જે પૈકી 11,000 ની લોન આરોપીએ ભરી દીધી હતી.તે ઉપરાંત સાહેદ આસનદાસ જીવાભાઈ રબારીના નામે 40,000 તથા 26,500 ની જુદી-જુદી બે લોન આ ઇસમે લીધી હતી.આમ આરોપીએ અલગ અલગ બે વ્યક્તિના નામની ચાર લોન લીધી હતી.તે પૈકીની એક લોનના રૂપિયા ભરી દીધા હતા.જો કે, ત્રણ લોનના રૂપિયા ભરેલ નથી અને ફરિયાદી તથા સાહેદ સાથે છેતરપિંડી કરી હોવાની નોંધાવાયેલ ફરિયાદ આધારે એ ડિનિઝન પોલીસે તપાસ કરતા આ ઇસમ રીઢો ગુનેગાર હોય તેની સામે સાઇબર ક્રાઇમ સહિત જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં 11 જેટલા ગુના નોંધાયેલ છે.! હાલ રાજકોટ જેલ ખાતેથી મોરબી પોલીસે ઉપરોક્ત ગુનાના આરોપી મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી ગુર્જર (૩૨) ધંધો લોન એજન્ટ રહે.લક્કી પાર્ક શેરી નંબર-૧ સોમનાથ સોસાયટી રાજકોટ ની ધરપકડ કરી હતી.અને તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કરતા તેને જેલ હવાલે કરાયો હતો.




Latest News