મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી સબ જેલ ખાતે બંદીવાનો માટે યોજાયો ઇન્ટેન્સીફાઇડ કેસ ફાઇન્ડીંગ કેમ્પ


SHARE







મોરબી સબ જેલ ખાતે બંદીવાનો માટે યોજાયો ઇન્ટેન્સીફાઇડ કેસ ફાઇન્ડીંગ કેમ્પ

ટી.બી મુક્ત ભારત અભિયાનઅંતર્ગત મોરબી જિલ્લામાં પ્રિઝન ઇન્ટરવેન્શન પ્રોગ્રામ હેઠળ જેલના બંદીવાનોના આરોગ્ય સ્ક્રીનિંગ માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ એઇડ્સ પ્રિવેન્શન કન્ટ્રોલ યુનિટ (DAPCU)-મોરબી, જેલ પ્રશાસન, ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી-અમદાવાદ, એલાઇન્સ ઇન્ડિયા-દિલ્હી અને GSNP+ ના સંયુક્ત ઉપક્રમે મોરબી સબ જેલ ખાતે ઇન્ટેન્સીફાઇડ કેસ ફાઇન્ડીંગ કેમ્પેઇનયોજાયો હતો. જેલ અધિક્ષકની અધ્યક્ષતામાં આ કેમ્પની કામગીરી સુચારુ રૂપે સંપન્ન થઈ હતી.

આ કેમ્પેઇનની વિશેષતા એ છે કે, તેમાં અદ્યતન હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીન દ્વારા બંદીવાનોના ચેસ્ટ એક્સ-રે કરીને ટી.બી.નું ઝડપી નિદાન કરવામાં આવી રહ્યું છે, સાથે જ એચ.આઇ.વી. તેમજ સિફિલીસના નિદાનની કામગીરી પણ હાથ ધરાઈ છે. આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર ગુજરાતની તમામ જેલોના અંદાજે ૨૦,૦૦૦ થી વધુ બંદીવાન ભાઈ-બહેનોના સ્વાસ્થ્ય પરીક્ષણને આવરી લેવાનું લક્ષ્યાંક છે. મોરબી સબ જેલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં જેલના તમામ બંદીવાનો પ્રાથમિક સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં નવા ૫૫ બંદીવાનોનું સઘન ચેક-અપ કરાતા ૦૫ શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. આ તમામના સેમ્પલ વધુ તપાસ અને ચોક્કસ નિદાન માટે જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા છે. અત્રેની જેલના તમામ બંદીવાનોનું આગામી સમયમાં દૈનિક ધોરણે ચેક-અપ કરવામાં આવનાર છે. આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું કરતા આ કેમ્પને સફળ બનાવવા સુભિક્ષા પ્રોજેક્ટના પ્રિઝન કો-ઓર્ડિનેટર મીનાબેન પરમાર, જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, સુપરવાઈઝર દીપકભાઈ પટેલ તથા મોરબી તાલુકા સુપરવાઈઝર શૈલેષભાઈ પારેજીયા દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News