હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં રવાપર ગામે રહેતા યુવાને હાથ ઉછીના લીધેલ રૂપિયા પાછા આપી દીધા તો પણ ધમકીઓ ચાલુ !


SHARE





મોરબીમાં રવાપર ગામે રહેતા યુવાને હાથ ઉછીના લીધેલ રૂપિયા પાછા આપી દીધા તો પણ ધમકીઓ ચાલુ !

મોરબીમાં રવાપર ગામે આવેલ બોની પાર્કની બાજુમાં રહેતા કોન્ટ્રાક્ટરે હાથ ઉછીના રૂપિયા લીધેલા હતા અને તે રૂપિયા પાછા આપી દીધા હતા તેમ છતાં પણ તેને ફોન કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી ભોગ બનેલા યુવાને હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

મોરબીમાં બોની પાર્ક પાસે આવેલ રાજા મિનરલ વોટરની બાજુમાં ભગવતી-એ બ્લોક નં. 104 ખાતે રહેતા રાજેશભાઈ વાઘજીભાઈ કાલાવડીયા (41)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિનોદભાઈ ઉર્ફે નાનુભાઈ ખીમજીભાઇ માકડીયા રહે. સ્ટેશન રોડ પારસ ઓટોની બાજુમાં કેશોદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓએ આરોપી પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધેલા હતા જે રૂપિયા પરત આપી દીધા હોવા છતાં પણ આરોપી ફોન કરીને ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો જેથી હાલમાં ભોગ બનેલ યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News