મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ


SHARE





















મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરની સૂચનાઓ અને નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશોના ચુસ્ત અમલીકરણના ભાગરૂપે મોરબીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની ચીકણી જાળ એટલે કે ‘ગ્લુ-ટ્રેપ’ (ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ તેમજ ઉપયોગ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

સંયુક્ત પશુપાલન નિયામક અને ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની સત્તાવાર વિગતો અનુસાર, ઉંદરો કે અન્ય નાના જીવોને પકડવા માટે વપરાતી આ ગ્લુ-ટેપ અત્યંત ઘાતક અને અમાનવીય છે. કોઈપણ જીવને આવી બિનજરૂરી પીડા કે વેદના આપવી એ કાયદાકીય ગુનો બને છે. આ જાહેરનામું ૧૯/૦૭/૨૦૨૬ સુધી અમલી રહેશે. જો કોઈ પણ વ્યક્તિ, વેપારી કે સંસ્થા આ જાહેરનામાના નિયમોનો ભંગ કરતા અથવા ગ્લુ-ટ્રેપનું ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ કરતા પકડાશે, તો તેમની સામે કડક શિક્ષાત્મક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.










Latest News