હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ૬ જૂને જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાશે


SHARE





મોરબીમાં ૬ જૂને જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાશે

મોરબી અને આજુબાજુના વિસ્તારના રોજગાર ઈચ્છુક યુવા ઉમેદવારોને ખાનગી ક્ષેત્રે રોજગારીની તકો પૂરી પાડવા માટે નિયામકશ્રી, રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા. ૦૬/૦૬/૨૦૨૬ ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે પંચમુખી હનુમાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હોલ’ (વેજીટેબલ રોડ, ઉમા સંકુલ સામે, મોરબી) ખાતે જિલ્લા કક્ષાના મેગા જોબફેરનું આયોજન કરાયું છે.

આ ભરતીમેળામાં મોરબી તેમજ કચ્છ જિલ્લાની અંદાજે ૩૦ જેટલી નામાંકિત ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને લાયક ઉમેદવારોની વિનામૂલ્યે સીધી પસંદગી કરશે. આ ભરતીમેળામાં નોન-મેટ્રિક, એસ.એસ.સી. (ધોરણ-૧૦), એચ.એસ.સી. (ધોરણ-૧૨), આઇ.ટી.આઇ. (ITI) તેમજ સ્નાતક (Graduate) વગેરેની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આ જોબફેરમાં ભાગ લઈ શકશે. આ જોબ ફેરમાં રસ ધરાવતા તમામ ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, ઓળખકાર્ડ અને બાયોડેટાની નકલો સાથે નિયત સમયે અને સ્થળે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. વિશેષ નોંધનીય છે કે, જે ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરી ખાતે અગાઉ નામ નોંધણી નથી કરાવી, તેઓ પણ આ ભરતીમેળામાં પ્રત્યક્ષ હાજર રહીને રોજગારીની આ તક ઝડપી શકશે.




Latest News