મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં કુતરાને મારવાની માથાકૂટમાં મારામારી !


SHARE







મોરબીમાં કુતરાને મારવાની માથાકૂટમાં મારામારી !
મોરબીમાં વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં કૂતરાને માર મારવા બાબતે થયેલ ઝઘડામાં મારામારી થતા મામલો પોલીસમાં ફરિયાદ નોંધાવવા સુધી પહોંચી ગયો હતો. !

જેમાં શિવાંગીબેન જયસુખભાઈ ભાલોડીયા પટેલ (૩૬) રહે.હનુમંત બંગલો અમી એવન્યુ પાર્ક રવાપર રોડ મોરબી દ્રારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે મગનભાઈ હોથી રહે. હનુમાન બંગલો અમિ એવન્યુ પાર્ક રવાપર રોડ મોરબી સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા રાત્રિના સમયે કૂતરાને માર મારવા બાબતે બોલાચાલી થઈ હતી.તે દરમિયાન ઉશ્કેરાઇ જઈને મગનભાઈ હોથીએ લાકડાના બડીકા વડે શિવાંગીબેનને જમણા હાથના ભાગે માર માર્યો હતો.જે બાબતે નોંધ થતા એ ડિવિઝન પોલીસ મથકના આર.આર.મિયાત્રાએ નોંધ કરીને તપાસ કરી હતી.
યુવાનનું મોત
મોરબીના હળવદ તાલુકાના માથત ગામે રહેતા સુરેશભાઈ દામજીભાઈ કોળી નામના ૨૯ વર્ષના યુવાનને છેલ્લા ઘણા વર્ષોથી ડાયાબિટીસની તકલીફ હોય અને વધુ પડતું ડાયાબિટીસ રહેતું હોવાના કારણે તેની કિડની ફેલ થઈ જવાના કારણે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે તેનું મોત નીપજયુ હતુ.જેથી પોલીસમાં જાણ કરવામાં આવેલ હોય પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરીને બનાવ સંદર્ભે રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી.
વાહન અકસ્માત
મોરબીના દલવાડી સર્કલથી કેનાલ રોડ બાજુ જતા રસ્તે બાઈક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો.જેમાં સાગર સુરેશભાઈ ડાભી (૧૬) રહે.દુધીની વાડી શનાળા રોડ મોરબી તથા સતીશ મુકેશભાઈ કંજારીયા (૧૫) રહે મંગળની વાડી શનાળાનો ઇજા થતા બંને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે જોડીયા નજીક આવેલા બોડકા ગામે રહેતા પાર્થ રસુલભાઈ મહિડા નામના ૪૦ વર્ષના યુવાનને વિંછા કરડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
યુવાન સારવારમાં
માળિયા મીંયાણાના વવાણીયા ગામે પતરૂ ઉડીને માથાના ભાગે લાગતા રફીક હબીબભાઈ જેડા નામના ૩૫ વર્ષના યુવાનને મોરબી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મૂળ મધ્યપ્રદેશ અને હાલ મોરબીના માળિયા મિંયાણા તાલુકાના મોટાભેલા ગામે રહેતા અમિત દિનેશભાઈ કટારા નામના ૧૪ વર્ષના સગીરને સાપ કરડી ગયેલ હોય તેને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.





Latest News