હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ટીબી હારેગા ભારત જીતેગા અંતર્ગત પોષણ કીટનું વિતરણ


SHARE





લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ટીબી હારેગા ભારત જીતેગા અંતર્ગત પોષણ કીટનું વિતરણ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીદ્વારા ટી.બી.ના દર્દીઓને પોસ્ટિક આહાર કીટ અર્પણ કરવામાં આવી હતી.લાયન્સ કલબ ઓફ મોરબી સીટી હરહંમેશ જન આરોગ્ય, પર્યાવરણ, જીવદયા જેવીઅનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરે છે.જેમાં ટી.બી. ના ૨૫ જેટલા દર્દીનારાયણોને પ્રોટીન કીટનું વિતરણ અર્બન હેલ્થ સેન્ટર ગોકુળનગર તા.મોરબી ખાતે કરવામાં આવ્યું હતુ.

આ પ્રોજેક્ટમાં લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રીકટ ગવર્નર રમેશભાઈ રૂપાલાની હાજરીમાં તથા લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી પ્રેસિડેન્ટ હરખજીભાઈ સુવારિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા ખજાનચી ચંદુભાઈ કુંડારિયા, પાસ્ટ ખજાનચી મણીલાલ કાવર, નાનજીભાઈ મોરડીયા, પાસ્ટ પ્રમુખ ત્રિભોવનભાઈ સી.ફુલતરિયા, ડો.શૈલેષભાઈ પરેજીય, ડો. દીપકભાઈ પટેલ તથા હેલ્થ સેન્ટરના ડો.શ્રેયાબેન માતરિયા અને તેમના સ્ટાફ મિત્રોની હાજરીમાં આ પ્રોટીન સભર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.ટી.બી. હારેગા ભારત જીતેગા સૂત્રને સાર્થક કરી ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાકલને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના તમામ સભ્યોએ સાર્થક કરી જન આરોગ્ય સેવા અને સમાજ સેવાનુ ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે.તેમ સેક્રેટરી કેશુભાઈ દેત્રોજાએ યાદીમા જણાવ્યું છે.




Latest News