મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાની કોલોનીમાં ફાંસો ખાઈને યુવાનનો આપઘાત: બીમારી સબબ આધેડનું સારવારમાં મોત


SHARE







મોરબી નજીક કારખાનાની કોલોનીમાં ફાંસો ખાઈને યુવાનનો આપઘાત: બીમારી સબબ આધેડનું સારવારમાં મોત

મોરબીના શાપર ગામ નજીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જયારે બેલા ગામની સીમમાં આવેલ કારખાનામાં રહેતા આધેડને બીમારી સબબ સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેને ઉલ્ટી થઈ હોવાથી બેભાન થઈ ગયા બાદ આધેડનું મોત નીપજયું હતું.

મોરબીના શાપર ગામની સીમમાં આવેલ અમુલ મિનરલ્સ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા વિક્રમભાઈ અબુભાઇ નીનામા (21) નામના યુવાને કોઈપણ કારણોસર લેબર કોલોનીમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

વૃદ્ધનું બીમારી સબબ સારવારમાં મોત

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં સનક્યુરો સીરામીક કારખાનામાં રહેતા મકરાધવાજા જગા મીરઘા (50) નામના આધેડને બીમારી સબસારવાર માટે લઈને આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેને ઉલટી થતા તે બેભાન થઈ ગયા હતા અને તેઓનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News