મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો


SHARE





















મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો

મોરબીના ખરેડા ગામ પાસે આવેલ ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધ સાથે કામ બાબતનું મન દુઃખ રાખીને ગાળો આપવામાં આવી હતી અને ત્યાર બાદ ઢીકાપાટું અને લાકડાના ધોકા વડે માર મારીને શરીરે ઇજા કરવામાં આવી હતી જેથી ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેમણે નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના આલાપ રોડ ઉપર રહેતા ખોડીદાસભાઈ અણદાભાઈ થડોદા (63)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ માવજીભાઈ ડાભી રહે. ખરેડા વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓએ ખરેડા ગામ પાસે આવેલ ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવા માટેનો કોન્ટ્રાક્ટ રાખેલ છે અને કામકાજ બાબતનું મન દુઃખ રાખીને આરોપીએ ઘોડાધ્રોય  ડેમના કાંઠે કાનજીભાઈ રેવાભાઇની વાડી નજીક ગાળો આપી હતી અને ત્યારબાદ ઢીકાપાટુનો માર મારીને લાકડાના ધોકા વડે ડાબા હાથમાં અને શરીરે ઇજાઓ કરી હતી જેથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેઓએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.










Latest News