હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ


SHARE





મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા યુવાનને રૂપિયાની જરૂર હોય બે શખ્સો પાસેથી 30 ટકાના ઊંચા વ્યાજે જુદા જુદા સમયે રૂપિયા લીધેલા હતા અને જેટલા રૂપિયા લીધા હતા તેની સામે વધુ રકમ વ્યાજની ચૂકવી દીધી હોવા છતાં યુવાન પાસેથી બળજબરીથી વધુ પૈસા પાડવા માટે તેને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી અને અગાઉ વ્યાજખોરોએ લીધેલા કોરા ચેકને બેંકમાં ભરીને ચેક રિટર્ન કરીને કોર્ટમાં કેસ કરવાની ધમકી આપવામાં આવતી હતી જેથી યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા પારસભાઈ રમેશભાઈ રૈયાણી (32) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પરબતભાઈ સવજીભાઈ રબારી રહે. કોયલી તથા નિકુંજ ઉર્ફે નીતિનભાઈ વાસિયાંગભાઈ જારીયા રહે. ગજડી તેમજ તપાસમાં જેના નામ ખૂલે તેની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ 2025 ના 10 માં મહિનામાં તેને રૂપિયાની જરૂર હોવાથી અલગ અલગ તારીખે 30 ટકાના ઊંચા માસિક વ્યાજે પરબતભાઈ રબારી પાસેથી 4,00,000 તથા નિકુંજ પાસેથી 1,50,000 રૂપિયા લીધેલા હતા અને જેની સામે આરોપીઓએ તેની પાસેથી ગેરંટી તરીકે ફરિયાદીની સહી વાળા કોરા ચેક લીધેલા હતા અને હાથ ઉછીના રૂપિયાનું લખાણ કરાવી લીધું હતું અને ફરિયાદીએ આરોપી પરબત રબારીને અત્યાર સુધીમાં 8.40 લાખ તથા નિકુંજ જારીયાને 1.35 લાખ રૂપિયા વ્યાજના ચૂકવી આપેલ છે તેમ છતાં પણ તેની પાસેથી વ્યાજ અને મૂળ રકમની અવારનવાર બજબરીપૂર્વક ઉઘરાણી કરવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી આટલું નહીં પરંતુ ફરિયાદી પાસેથી અગાઉ લેવામાં આવેલા કોરા ચેકને બેંકમાં જમા કરાવીને ચેક રિટર્નનો કેસ કરવા માટેની ધમકી આપી નોટિસ મોકલાવી હતી અને માનસિક ત્રાસ આપ્યો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News