મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાંથી દારૂની 8 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ: અંજીયાસર ગામેથી 400 લિટર આથો ઝડપાયો


SHARE





















મોરબીમાંથી દારૂની 8 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ: અંજીયાસર ગામેથી 400 લિટર આથો ઝડપાયો

મોરબીના સનાળા રોડ ઉપરથી દારૂની નાની 8 બોટલ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવેલ છે અને માલ આપનાર શખ્સનું નામ સામે આવ્યું હોય બે શખ્સની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જ્યારે માળિયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામે બાવળની કાંટમાં દારૂની રેડ કરવામાં આવતા ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાંથી પસાર થઈ રહેલા એક્ટિવા નંબર જીજે 10 ઇએફ 0907 ને રોકીને એકટીવા ઉપર જઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની 8 બોટલ મળી આવી હતી જેથી 960 ની કિંમતનો દારૂ તથા 50,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 50,960 ની કિંમતના મુદ્દામાલ સાથે વિજયભાઈ રાજેશભાઈ માણેક (26) રહે. સનાળા રોડ સત્યમ પાનવાડી શેરી, મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂની બોટલો આરોપીએ મનોજભાઈ રહે. લીલાપર રોડ મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને માલ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ હાથ ધરી છે 

માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાં કડેરી વાંઢ નદીના કાંઠે બાવળાની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવતા 10,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોય હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુલામ આમીન મોવર રહે. અંજીયાસર વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે










Latest News