હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે થારના ચાલકે અલ્ટોને મારી ટક્કર: ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં


SHARE





મોરબીના બાયપાસ રોડે થારના ચાલકે અલ્ટોને મારી ટક્કર: ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નેક્ષસ ટોકીઝ સામેથી પસાર થતી કારની પાછળ થાર ગાડીના ચાલકે તેનું વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં કારની અંદર બેઠેલ દંપતીને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવ બાદ થાર ગાડીનો ચાલક સ્થળ ઉપરથી તેનું વાહન લઇને નાસી ગયો હતો જેથી ઇજા પામેલા આધેડે સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગની પાછળના ભાગમાં ક્રિષ્ના સોસાયટી બ્લુ સ્કાય એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણભાઈ બાબુભાઈ ભીલા (55)એ હાલમાં અજાણી સફેદ કલરની થાર  ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબી રાજકોટ બાયપાસ રોડ ઉપર આવેલ નેક્ષસ ટોકિપાસેથી તેઓ પોતાની અલટોગાડી નંબર જીજે 36 બી 0767 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી સફેદ કલરની થાર ગાડીના ચાલકે તેનું વાહન ફરિયાદીની અલટો ગાડીમાં અથડાવ્યૂ હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ફરિયાદી સાથે કારમાં બેઠેલ તેના પત્ની કલ્પનાબેન પ્રવીણભાઈ ભીલાને જમણા પગ તથા પાંસળીના ભાગમાં ફેક્ર જેવી ઈજા થયેલ છે જ્યારે ફરિયાદીને પણ ઇજા થઈ હતી અને અકસ્માત સર્જીને થાર ગાડીનો ચાલક પોતાનું વાહન લઇને સ્થળ ઉપરથી નાસી ગયો હતો અને આ બનાવ સંદર્ભે આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News