મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે થારના ચાલકે અલ્ટોને મારી ટક્કર: ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં


SHARE





















મોરબીના બાયપાસ રોડે થારના ચાલકે અલ્ટોને મારી ટક્કર: ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નેક્ષસ ટોકીઝ સામેથી પસાર થતી કારની પાછળ થાર ગાડીના ચાલકે તેનું વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં કારની અંદર બેઠેલ દંપતીને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવ બાદ થાર ગાડીનો ચાલક સ્થળ ઉપરથી તેનું વાહન લઇને નાસી ગયો હતો જેથી ઇજા પામેલા આધેડે સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગની પાછળના ભાગમાં ક્રિષ્ના સોસાયટી બ્લુ સ્કાય એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણભાઈ બાબુભાઈ ભીલા (55)એ હાલમાં અજાણી સફેદ કલરની થાર  ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબી રાજકોટ બાયપાસ રોડ ઉપર આવેલ નેક્ષસ ટોકિઝ પાસેથી તેઓ પોતાની અલટોગાડી નંબર જીજે 36 બી 0767 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી સફેદ કલરની થાર ગાડીના ચાલકે તેનું વાહન ફરિયાદીની અલટો ગાડીમાં અથડાવ્યૂ હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ફરિયાદી સાથે કારમાં બેઠેલ તેના પત્ની કલ્પનાબેન પ્રવીણભાઈ ભીલાને જમણા પગ તથા પાંસળીના ભાગમાં ફેક્ચર જેવી ઈજા થયેલ છે જ્યારે ફરિયાદીને પણ ઇજા થઈ હતી અને અકસ્માત સર્જીને થાર ગાડીનો ચાલક પોતાનું વાહન લઇને સ્થળ ઉપરથી નાસી ગયો હતો અને આ બનાવ સંદર્ભે આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.










Latest News