હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાંથી દારૂની 8 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ: અંજીયાસર ગામેથી 400 લિટર આથો ઝડપાયો


SHARE





મોરબીમાંથી દારૂની 8 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ: અંજીયાસર ગામેથી 400 લિટર આથો ઝડપાયો

મોરબીના સનાળા રોડ ઉપરથી દારૂની નાની 8 બોટલ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવેછે અને માલ આપનાર શખ્સનું નામ સામે આવ્યું હોય બે શખ્સની સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જ્યારે માળિયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામે બાવળની કાંટમાં દારૂની રેડ કરવામાં આવતા ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાંથી પસાર થઈ રહેલા એક્ટિવા નંબર જીજે 10 ઇએફ 0907 ને રોકીને એકટીવા ઉપર જઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની 8 બોટલ મળી આવી હતી જેથી 960 ની કિંમતનો દારૂ તથા 50,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 50,960 ની કિંમતના મુદ્દામાલ સાથે વિજયભાઈ રાજેશભાઈ માણેક (26) રહે. સનાળા રોડ સત્યમ પાનવાડી શેરી, મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂની બોટલો આરોપીએ મનોજભાઈ રહે. લીલાપર રોડ મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા બંને સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને માલ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ હાથ ધરી છે 

માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાં કડેરી વાંઢ નદીના કાંઠે બાવળાની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવતા 10,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોય હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુલામ આમીન મોવર રહે. અંજીયાસર વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News