મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં દેશી-વિદેશી દારૂની જુદીજુદી 4 રેડ


SHARE





















મોરબીમાં દેશી-વિદેશી દારૂની જુદીજુદી 4 રેડ

મોરબીમાં દારૂની જુદીજુદી 4 રેડ કરવામાં આવી હતી જેમાં એક સ્થળેથી દારૂની 4 બોટલ કબ્જે કરી હતી જયારે બીજી જગ્યાએથી 250 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો અને એક કાર તેમજ એક સ્કૂટરમાંથી દારૂની અડધી-અડધી બોટલ મળી આવી હતી જેથી પોલીસે તેના જુદાજુદા ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં સનાળા રોડ પર આવેલ માર્કેટયાર્ડ પાસે કાર નંબર જીજે 36 એએફ 5028 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે કારમાંથી દારૂની અડધી બોટલ મળી આવતા પોલીસે 700 ની કિંમતનો દારૂ તથા 5 લાખ રૂપિયાની કિંમતની કાર કબજે કરી હતી અને આરોપી દિલીપભાઈ ચતુરભાઈ ફેફર (44) રહે. માધવ ચોકડી પાસે કન્યા છાત્રાલય રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આરોપીએ નસો કરેલ હોવાથી તેની સામે વધુ એક અલગથી ગુનો નોંધાયો છે

મોરબીમાં  જોન્સનગર બ્લોક નં. કે-1 માં રહેતા જાહિદભાઇ સાહબુદીનભાઇ પીલુડીયાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડ ની કુલ ચાર બોટલ મળી આવી હતી જેથી પોલીસે 3200 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાહિદભાઇ સાહબુદીનભાઇ પીલુડીયા રહે. જોન્સનગર બ્લોક નં. કે-1 મોરબી વાળાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં માધાપરના ઝાપા પાસેથી પસાર થઈ રહેલા સ્કૂટર નંબર જીજે 36 એડી 9256 ના ચાલકને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની અડધી ભરેલી બોટલ મળી આવી હતી જેથી પોલીસે 300 રૂપિયાની કિંમતનો દારૂ, 7,000 ની કિંમતનો મોબાઇલ તથા 30,000 ની કિંમતનું વાહન આમ કુલ મળીને 37,300 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી મોસીન ઉર્ફે ધોની આસમભાઈ સંધવાણી (33) રહે. વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે

મોરબીમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતી મુસ્કાન કટિયાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી અલગ અલગ બાચકામાં 250 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 50,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મુસ્કાન અબ્બાસભાઈ કટિયા રહે. માળિયા વનાળીયા સોસાયટી, મોરબી વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે










Latest News