મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં અસહાય વૃધ્ધ મહિલાને વૃધ્ધાશ્રમ ખાતે પહોંચાડતી સી-ટીમ


SHARE







મોરબીમાં અસહાય વૃધ્ધ મહિલાને વૃધ્ધાશ્રમ ખાતે પહોંચાડતી સી-ટીમ

મોરબીમાં પતિ અને દીકરાથી અલગ રહેતા વૃદ્ધથી કામ થતું ન હતું અને દીકરોએ તેને સાથે રાખવાની ના કહેતા હતા જેથી કરીને તેઓએ પોલીસની સી ટીમને વૃધ્ધાશ્રમમાં જવું છે તેવું કહ્યું હતું જેથી આ વૃદ્ધને સી ટીમનો સ્ટાફ મોરબીમાં આવેલ વૃધ્ધાશ્રમ ખાતે મૂકી આવ્યો હતો.

મોરબીના એસપી એમ.એન.પટેલ તથા ડીવાયએસપી વી.બી.દલવાડીની સુચના હેઠળ મહીલા પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.વી.ઘેલાના માર્ગદર્શન હેઠળ સી ટીમ ના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તેવામાં કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો કે, જેતપર ગામ નજીક એક વૃદ્ધ મહિલા મળી આવેલ છે જેથી સી ટીમમાં રહેલ કર્મચારીઓ તે સ્થળે પહોંચી ગયા હતા અને વૃદ્ધ મહિલાની પૂછપરછ કરી હતી જેમાં તેનું નામ ગિતાબેન હકાભાઈ ચૌહાણ (60) હોવાનું અને તે જેતપર ગામે ભાડાના મકાનમાં રહે છે અને પોતે ભંગાર વીણી પોતાનું ગુજરાન ચલાવે છે. તેવું સામે આવ્યું હતું તેમજ તેના પતિ રીક્ષા ચલાવે છે જે તેઓના દીકરા સાથે રહે છે. અને તેને બે દીકરા છે જેનું નામ ભુપતભાઈ હકાભાઈ ચૌહાણ (35) અને પ્રકાશભાઈ હકાભાઈ ચૌહાણ (22) છે અને બંને છૂટક મજૂરી કરે છે. આ વૃદ્ધ મહિલા કામ કરી શકતા ન હતા અને દીકરાઓ સાથે રાખવાની ના કહેતા હતા જેથી તેઓએ વૃધ્ધાશ્રમમાં જવું છે તેવું કહ્યું હતું માટે સી ટીમમાં રહેલ પારૂલબેન બી.વાઘેલા, રમીલાબેન એન.ચાવડા તથા મહાવીરભાઈ એ.અગ્રાવત વૃદ્ધ મહિલાને મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃધ્ધાશ્રમ મૂકી આવ્યા હતા.






Latest News