હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ટીચર ટ્રેનિંગ સેમિનાર યોજાયો


SHARE





મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ટીચર ટ્રેનિંગ સેમિનાર યોજાયો

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે દ્વિ-દિવસીય ટીચર ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈ જ્ઞાનનો લાભ મેળવ્યો હતો. સેમિનારમાં જાણીતા વક્તા શૈલેષભાઈ સગપરિયા, ડૉ. પવન દ્વિવેદી, ધર્મેન્દ્રભાઈ કનાળા તથા ડૉ. ભદ્રાયુ વછરાજાની દ્વારા શિક્ષણ, વ્યક્તિત્વ વિકાસ, મૂલ્યનિષ્ઠ શિક્ષણ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા આધુનિક શિક્ષણ પદ્ધતિઓ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને વક્તાઓના અનુભવો અને પ્રેરણાદાયી વિચારો શિક્ષકો માટે અત્યંત ઉપયોગી અને જ્ઞાનવર્ધક સાબિત થયા હતા. સેમિનાર દરમિયાન શિક્ષકોએ વિવિધ શૈક્ષણિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી તેમજ વર્ગખંડ શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી કૌશલ્યો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. સમગ્ર સત્ર દરમિયાન શિક્ષકોમાં ઉત્સાહ અને જિજ્ઞાસાનો માહોલ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ હતો આ સેમિનારે શિક્ષકોના વ્યાવસાયિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.




Latest News