મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ધાયડી વિસ્તારમાં ઘર પાસેથી બાઈકની ચોરી


SHARE





















મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ધાયડી વિસ્તારમાં ઘર પાસેથી બાઈકની ચોરી

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ ગેરેજ નજીક યુવાને પોતાની કારને પાર્ક કરીને મૂકી હતી જે કારની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી બે લાખની કારની ચોરી થઈ હોવાની યુવાને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી છે આવી જ રીતે મહેન્દ્રનગરના ધાયડી વિસ્તારમાંથી એક બાઇકની ચોરી કરવામાં આવી છે જેની અંગે યુવાને ચોરીની ફરિયાદ કરેલ છે.

મોરબીના બેલા ગામે રહેતા ચંદ્રકાંતભાઈ બાબુભાઈ ઉઘરેજા (44)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સીએનજીના પંપ પાસે જય અંબે મોટર ગેરેજ એન્ડ સર્વિસ નજીક ફરિયાદીએ પોતાની આઈ-10 ગાડી નંબર જીજે 36 બી 4003 પાર્ક કરીને મૂકી હતી જે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી બે લાખ રૂપિયાની કિંમતની કારની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જયારે મહેન્દ્રનગર ગામે આવેલ ધાયડી વિસ્તારમાં રહેતા કેવલભાઈ રૂપનાથભાઈ ડાભી (27)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ કરી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીએ તેના ઘર પાસે પોતાનું બાઈક નંબર જીજે 36 એબી 0294 કરીને મૂક્યું હતું જે 35,000 ની કિંમતનું બાઈકની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે










Latest News