મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો કરવાના ગુનામાં વધુ 3 આરોપીની ધરપકડ મોરબીમાં મોબાઇલ એપમાં લૂડો ગેમથી જુગાર રમતા 3 શખ્સ પકડાયા માળીયા (મી)ના સરવડ ગામ નજીક યુવાનને નજીવી વાતમાં બે શખ્સોએ માર માર્યો માળીયા કંડલા હાઈવે ઉપર બંધ પડેલ બોલેરોમાં પાછળ ટ્રેક ટ્રેલર અથડાતાં યુવાનનું મોત: ગુનો નોંધાયો મોરબીના ખાટકીવાસમાં એક જ ફળિયામાં રહેતા એક જ કુટુંબના લોકો વચ્ચે મકાનની ડેલી બંધ કરવા બઘડાટી: મહિલા સહિત 5 સામે ફરિયાદ મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ધાયડી વિસ્તારમાં ઘર પાસેથી બાઈકની ચોરી મોરબીના નવલખી રોડ ઉપર રહેતા પરિવારની સગીરાનું અપહરણ  મોરબીના રફાળેશ્વર ગામેથી બજારમાં જવાનું કહીને યુવતી ગુમ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપર રહેતા પરિવારની સગીરાનું અપહરણ 


SHARE











મોરબીના નવલખી રોડ ઉપર રહેતા પરિવારની સગીરાનું અપહરણ 

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું ઘરેથી અપહરણ કરી જવામાં આવેલ છે.જે બાબતે ભોગ બનેલ પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે બે ઇસમો સામે ફરિયાદ નોંધીને અપ્હત થયેલ સગીરાને શોધવા આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે નવલખી રોડ ઉપર આવેલા રોકડીયા હનુમાન મંદિર નજીકના ધુતારી પાસે આવેલા વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીનું તા.૪-૬ ના ૫ વાગ્યાના અરસામાં અપહરણ કરી જવામાં આવેલ છે. જેથી ભોગ બનેલ પરિવાર દ્વારા કરણ અશોકભાઈ સારલા અને વેરશી જીતેશભાઈ દેગામા રહે.બંને મકનસર તાલુકો જીલ્લો મોરબી સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ પોકસો સહિતની કલમો હેઠળ કરણ અને વેરશી વિરુદ્ધ દાખલ કરેલ છે જેની આગળની તપાસ પીએસઆઇ એમ.આર.સિંધવ ચલાવી રહ્યા છે.

ગળેફાંસો ખાતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામે રહેતા પરિવારના હિતેશ બાબુભાઈ દેગામા નામના ૩૭ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે ગળેફાંસો ખાવા માટેનો પ્રયાસ કર્યો હતો અને જાણ થઈ જતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.તા.૫-૬  બપોરે બે વાગ્યાના અરસામાં બનાવ બન્યો હોય તે અંગે નોંધ કરી તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા બનાવના કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ વસુંધરા હોટલ નજીક મારામારીના બનાવમાં ઈજા પામેલા ઈમરાન જાફરખાન પઠાણ (૪૫) રહે.સરખેજ અમદાવાદને ઇજાઓ થઈ હોય ૧૦૮ વડે અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ દ્વારા નોંધ કરીને કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.






Latest News