મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં કાર ચાલકે બુલેટને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE







મોરબીમાં કાર ચાલકે બુલેટને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના નાની કેનાલ રોડ ઉપર સત્યમ વિદ્યાલય સામેથી યુવાન બુલેટ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેના બુલેટને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં યુવાનને જમણા પગના નળાના ભાગે ફેક્ચર તથા શરીરે ઇજાઓ થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે 

મોરબીના નવલખી રોડ પર આવેલ શ્રદ્ધા પાર્ક પાછળ બોખાની વાડીમાં રહેતા અશ્વિનભાઈ ચુનીલાલ નકુમ (28)હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બલેનો કાર નંબર જીજે 36 એપી 3378 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના નાની કેનાલ રોડ ઉપર સત્યમ વિદ્યાલય સામે હરિ કૃપા-2 કોમ્પ્લેક્સ ડી ફાઇન જીમ નીચે કાર ચાલકે બેફિકરાયથી તેની કાર ચલાવી હતી અને ફરિયાદીના ભાઈ દિલીપભાઈના બુલેટ નંબર જીજે 36 કયું 5917 ને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને જમણા પગમાં નળના ભાગે ફેક્ચર તથા ખભા, ચહેરા અને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News