મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા પાસે અન્ય વાહન વાળા સાથે ઝઘડો કરનારને ઠપકો આપનારા યુવાનને ફોર્ચ્યુનારના ચાલકે મોઢામાં ઢીકા મારીને કારમાં નુકશાન કર્યું


SHARE









ટંકારાના મિતાણા પાસે અન્ય વાહન વાળા સાથે ઝઘડો કરનારને ઠપકો આપનારા યુવાનને ફોર્ચ્યુનારના ચાલકે મોઢામાં ઢીકા મારીને કારમાં નુકશાન કર્યું

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મિતાણા બ્રિજ પાસે ફોર્ચ્યુનાર કારનો ચાલક અન્ય વાહન વાળા સાથે ઝઘડો કરતો હતો ત્યારે કાર લઈને નીકળેલા યુવાને તેને સાઈડમાં વાહન રાખીને બોલાચાલી કરવા માટે કહ્યું હતું જેથી કરીને ફોર્ચ્યુનાર કારનો ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે યુવાનને ગાળો આપીને મોઢા ઉપર ઢીકા માર્યા હતા તેમજ પોતાની ફોર્ચ્યુનાર કારને રિવર્સમાં લઈને યુવાનની ઇલેક્ટ્રીક કાર સાથે અથડાવી હતી જેથી યુવાનની કારમાં આગળના બોનેટમાં નુકસાન થયું હતું જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ ઘૂટું ગામના રહેવાસી અને હાલમાં રવાપર રોડ ઉપર આવેલ ગોલ્ડન એલિટ્ટા બહુચર માતાજીના મંદિરની પાછળના ભાગમાં રહેતા દીપકભાઈ દેવજીભાઈ વીરપરિયા (43)એ ફોર્ચ્યુનાર કાર નંબર જીજે 36 એપી 2728 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મીતાણા ગામનો બ્રિજ ઉતરતા રોડ ઉપર ફોર્ચ્યુનર ગાડીનો ચાલક અન્ય વાહન ચાલક સાથે ઝઘડો કરતો હતો જેથી ફરિયાદીએ વાહન સાઈડમાં લેવા માટે થઈને કહ્યું હતું ત્યારે ફોર્ચ્યુનાર કારના ચાલકે તેની સાથે બોલાચાલી કરી હતી અને ઉશ્કેરાઈ જઈને ફોર્ચ્યુનરના ફરિયાદીને ગાળો આપી હતી તેમજ મોઢા ઉપર ઢીકા માર્યા હતા અને પોતાની ફોર્ચ્યુનર ગાડીને બેફિકરાયથી રિવર્સમાં લઈને પાછળ ઉભેલ ફરિયાદીની મહેન્દ્ર કંપની ઇલેક્ટ્રિક કાર નંબર જીજે 36 એઆર 2061 માં ફોર્ચ્યુનાર ગાડી અથડાવી હતી જેથી ઇલેક્ટ્રિક કારમાં આગળના બોનેટના ભાગે નુકસાન થયું હતું અને યુવાનને માર મારવાની ધમકી આપી હતી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News