મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલસીકા હોલ માતાના મંદીર પાસે નદીમાં ડુબી જતા મહિલા તેમજ મોરબી નીચી માંડલ ગામે કુવામાં પડી જતા યુવાનનુ મોત


SHARE







વાંકાનેરના જાલસીકા હોલ માતાના મંદીર પાસે નદીમાં ડુબી જતા રાજકોટના મહિલા તેમજ મોરબી નીચી માંડલ ગામે કુવામાં પડી જતા યુવાનનુ મોત

મોરબી જિલ્લામાં બે જુદા-જુદા બનાવમાં ડૂબી જવાથી મહિલા તેમજ યુવાનના મોત નિપજેલ છે.જેમાં વાંકાનેર તાલુકાના જાલસીકા ગામે આવેલ હોલ માતાના મઢ પાસે દર્શને ગયા બાદ ત્યાં આવેલ મચ્છુ નદીમાં નાહવા ગયેલ રાજકોટના મહિલાનું ડૂબી જવાથી મોત થયેલ છે.જ્યારે મોરબી તાલુકાના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામે કુદરતી હાજત માટે પાણી લેવા જતા સમયે કૂવામાં પડી જતા આદિવાસી મજૂર યુવાનનું મોત થયેલ હોય હાલ પોલીસે બનાવોની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસે આવેલ હોલ માતાના મંદીર પાસે આવેલ મચ્છુ નદીમા નાહવા ગયેલા કિંજલબેન કેવલકુમાર ધીરૂભાઇ નાદપરા પટેલ (ઉ.વ.૨૪) ઘરકામ રહે. રાજકોટ, ૧૫૦ ફીટ રીંગ રોડ, યુનિકના ટાંકા પાસે તા.જી.રાજકોટનું ડુબી જતા મોત થયેલ છે.તેઓ જાલસીકા ગામ પાસે આવેલ હોલ માતાના મંદીરે દર્શન કરવા આવેલ હોય અને બાજુમા આવેલ મચ્છુ નદીમા નાહવા જતા પાણીમા ડુબી જવાથી મોત થયેલ છે.

જયારે મોરબીના નીચી માંડલ નેકોન સીરામીકની બાજુમાં રાજુભાઇ કુંડારીયા ખેતરમા કુવામાં જુબી જવાથી યુવાનનું મોત થયેલ છે.જેમાં મેહુલભાઇ ચીમનભાઇ રાઠવા (૧૭) હાલ રહે.નીચી માંડલ, નોકેન સીરામીક હળવદ-મોરબી રોડ મુળ રહે.વાવડી ગામ પુજારા ફળીયુ જી.વડોદરાનું ડુબી જતા મોત થયેલ છે.જેમાં મરણ જનાર મેહુલભાઇ ચીમનભાઇ રાઠવા (ઉ.વ.૧૭) સવારના સાતેક વાગ્યાની આસપાસ રાજુભાઇ કુંડારીયાની વાડીમાં કુદરતી હાજતે જવા માટે કુવામાંથી પાણી ભરવા જતાં પગ લપશી જતાં કુવામાં પડી ગયો હતો જેથી ડુબી જવાથી તેનું પણ મોત નિપજયુ હતુ

#morbi #મોરબી

 






Latest News