મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા


SHARE







મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત જે ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરી પૂર્વ મંજૂરી મેળવેલ છે, પરંતુ હજુ સુધી જરૂરી સાધનિક કાગળો કચેરીએ રજૂ કર્યા નથી; તેવા તમામ અરજદારો સહાયના લાભથી વંચિત ન રહી જાય તે હેતુથી પૂર્વ મંજૂરી મેળવેલ તમામ બાગાયતદારોએ નિયત સમયમર્યાદામાં ખરીદી કે વાવેતર પ્રક્રિયા પૂર્ણ કરી, તેના અસલ બિલો સહિતના અન્ય જરૂરી આધાર-પુરાવાઓ સાથેની દરખાસ્ત નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે અચૂક રજૂ કરવાની રહેશે.

લાભાર્થી ખેડૂતોએ સૌપ્રથમ આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ (http://ikhedut.gujarat.gov.in) પર પોતાની અરજીની વિગત મુજબના જરૂરી સાધનિક કાગળો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ, ખરીદી કે વાવેતરના બિલો અને અન્ય દસ્તાવેજો સાથેની ભૌતિક દરખાસ્ત ઉપરોક્ત લાલબાગ સ્થિત કચેરી ખાતે જમા કરાવવાની રહેશે. આ યોજનાકીય સહાય અંગે વધુ માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે ખેડૂત મિત્રો કચેરીના સત્તાવાર ફોન નંબર ૦૨૮૨૨-૨૪૧૨૪૦ પર સંપર્ક સાધી શકે છે તેવું મોરબી જિલ્લા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.






Latest News