મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતમાં જુદી જુદી સમિતિઓની રચના સહિતના એજન્ડાઓ સાથે બોલાવવામાં આવેલ સામાન્ય સભા આજે મુલ્તવી: 29 મીએ મળશે બેઠક


SHARE







મોરબી જિલ્લા પંચાયતમાં જુદી જુદી સમિતિઓની રચના સહિતના એજન્ડાઓ સાથે બોલાવવામાં આવેલ સામાન્ય સભા આજે મુલ્તવી: 29 મીએ મળશે બેઠક

મોરબી જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક બોલવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના કરવા સહિતના છ એજન્ડાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે, આ બોર્ડ બેઠક ચાલુ થાય ત્યાર પહેલા જ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ દ્વારા બેઠક મુલ્તવી રાખવા માટેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો અને ભાજપના 17 સભ્યોએ તેને ટેકો આપતા બહુમતી ભાજપની હોવાથી આજની સામાન્ય સભાને મુલ્તવી રાખવામાં આવી છે અને આગામી તારીખ 29મી ના રોજ જુદી જુદી સમિતિઓની રચના સહિતના એજન્ડા સાથે ફરી પાછી સામાન્ય સભાની બેઠક બોલવામાં આવશે.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દુબરીયાના અધ્યક્ષ સ્થાને આજે જિલ્લા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભાની બેઠક બોલાાવવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના સહિતના એજન્ડાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ બેઠકમાં જિલ્લા પંચાયતના ડીડીઓ સહિતના તમામ વિભાગના અધિકારીઓ તથા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા 24 એ 24 સભ્યો હાજર રહ્યા હતા અને આ બેઠકમાં કાર્યવાહી શરૂ કરવામાં આવે ત્યારે પહેલા જ મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ મનીષભાઈ કાંજિયા દ્વારા આ સામાન્ય સભાની બેઠકને મુલ્તવી રાખવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને જિલ્લા પંચાયતના 24માંથી 17 સભ્યો ભાજપના ચૂંટાયેલા હોવાથી ભાજપના 17 સભ્યોએ મનીષભાઈ કાંજીયાના પ્રસ્તાવને ટેકો આપ્યો હતો અને તેના તરફથી મતદાન કર્યું હતું જેથી બહુમતીના જોરે ભાજપે આજની આ સામાન્ય સભાને મુલ્તતવી રાખાવવામાં આવી હતી અને આગામી તારીખ 29 મી જૂનના રોજ આજની બેઠકમાં જે એજન્ડા હતા તે જ એજન્ડાઓ સાથે ફરી પાછી સામાન્ય સભાની બેઠક બોલવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી છે ઉલ્લેખનીય છે કે 24 પૈકી 17 સભ્યો ભાજપના હોવા છતાં પણ પ્રમુખ પદ અનામતના લીધે કોંગ્રેસના ફાળે ગયું છે અને જિલ્લા પંચાયતના ભાજપના ચૂંટાયેલા સભ્યો માંથી જુદી જુદી સમિતિમાં ચેરમેન અને સભ્યો નક્કી કરવા માટે થઈને ક્યાંક ને ક્યાંક ભાજપમાં સંકલન ન થયું હોવાના કારણે આજની આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના રચના સહિતના એજન્ડાઓને મુલ્તવી રાખવા પડ્યા છે તેવી ચર્ચા જિલ્લા પંચાયતમાં થઈ રહી હતી






Latest News