મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૦ જૂને ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન: યુવાનો માટે રોજગારીની તક


SHARE







મોરબીમાં ૨૦ જૂને ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન: યુવાનો માટે રોજગારીની તક

મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાના હેતુથી આગામી તા. ૨૦/૦૬/૨૦૨૬ ના રોજ શ્રી યુ.એન. મહેતા આર્ટસ કોલેજ, ભડીયાદ રોડ, નજરબાગ રેલવે સ્ટેશન પાસે, મોરબી ખાતે સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની વિનામૂલ્યે પસંદગી કરશે.

આ ભરતી મેળામાં સહભાગી થવા માટે ઉમેદવારોની વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે. શૈક્ષણિક લાયકાતની વિગતો જોઈએ તો, આ મેળામાં ધોરણ-૯ પાસ, નોન-મેટ્રિક, એસ.એસ.સી (SSC), એચ.એસ.સી (HSC), આઈ.ટી.આઈ. (ITI) તેમજ સ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. ઈચ્છુક ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર(LC), પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને બાયોડેટાની નકલો સાથે સ્વખર્ચે નિયત સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે. તેવું મોરબી રોજગાર અધિકારી મનીષા સાવનિયાએ જણાવ્યુ છે.






Latest News