મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના: મોરબીમાં 23.33 કરોડના ખર્ચે બનેલ બેલા-ભરતનગર  રોડથી સિરામિક ઉદ્યોગને મળ્યો વેગ


SHARE









મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના: મોરબીમાં 23.33 કરોડના ખર્ચે બનેલ બેલા-ભરતનગર  રોડથી સિરામિક ઉદ્યોગને મળ્યો વેગ

ગુજરાત સરકાર હંમેશા છેવાડાના ગામડાઓને આધુનિક માળખાકીય સુવિધાઓથી સજ્જ કરવા અને પ્રજાની સુખાકારીમાં વધારો કરવા માટે કટિબદ્ધ રહી છે. શહેરોની સાથે ગ્રામીણ ક્ષેત્રોના આર્થિક અને સામાજિક ઉત્કર્ષમાં પાકા અને સક્ષમ રસ્તાઓ પાયાની ભૂમિકા ભજવે છે. રાજ્ય સરકારના આ જ પ્રજાભિમુખ અને હકારાત્મક અભિગમ હેઠળ ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ (વર્ષ ૨૦૨૪-૨૫) અંતર્ગત મોરબી જિલ્લામાં ગ્રામ્ય જનજીવનને સરળ બનાવવા અને સ્થાનિક ઉદ્યોગોને નવી ઉર્જા આપવા  મોરબીના બેલા-ભરતનગર રોડનું વિકાસકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

મોરબી તાલુકાના વ્યસ્ત અને આર્થિક રીતે ધમધમતા ‘બેલા થી ભરતનગર રોડ કિમી ૦/૦૦ થી ૭/૧૦૦’ ના સ્ટ્રેન્ધનીંગ અને ઈમ્પ્રુવમેન્ટ (મજબૂતીકરણ અને સુધારણા)નું કામ રૂપિયા ૨૩૩૩.૭૦ લાખના માતબર ખર્ચે સાકાર થયું છે. વહીવટી તંત્રની કાર્યક્ષમતાના પરિણામે આ પ્રોજેક્ટની કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં જ સંપન્ન કરી જન સુખાકારીમાં વધારો કરવામાં આવ્યો છે. આ નવા બનેલા આધુનિક માર્ગ પર વાહનચાલકોની સલામતીને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી છે. સમગ્ર રોડ પર યોગ્ય સાઈનબોર્ડ, વ્યવસ્થિત ડિવાઈડર તેમજ રાત્રિના સમયે દ્રશ્યતા વધારતા આધુનિક રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા છે, જેના કારણે જન-સામાન્યની મુસાફરી તદ્દન સુરક્ષિત બની છે. આ પ્રોજેક્ટના સાકાર થવાથી મોરબી તાલુકાના અને આસપાસના નાગરિકો તેમજ દૈનિક ધોરણે અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોના કિંમતી સમયની બચત થશે અને વાહનવ્યવહાર એકદમ સરળ અને ઝડપી બની છે.

સિરામિક ઉદ્યોગના વિકાસને મળ્યો વેગ

આ રસ્તાના મજબૂતીકરણથી મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગને પણ મોટો ફાયદો થયો છે. સિરામિક ફેક્ટરીઓ માટે જરૂરી કાચો માલ સમયસર લાવવા અને અહીં તૈયાર થયેલો કિંમતી માલ-સામાન પોર્ટ (બંદરો) કે અન્ય રાષ્ટ્રીય બજારો સુધી સમયસર પહોંચાડવા માટે ટ્રકો તથા કન્ટેનરોની આ રોડ પર અવરજવર હવે વધુ ઝડપી, સલામત અને સુવિધાજનક બની છે. ટ્રાફિકની સમસ્યા હળવી થતાં પરિવહન ક્ષમતામાં સુધારો થયો છે. આ મુખ્ય માર્ગ પર શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન  ‘ખોખરા હનુમાન મંદિર’ આવેલું છે. આ રસ્તાના નવીનીકરણના કારણે મંદિરે દર્શનાર્થે આવતા હજારો યાત્રાળુઓ અને વડીલોની સુવિધામાં પણ વધારો થયો છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના હકારાત્મક અભિગમથી આ માર્ગનું કાયાકલ્પ થતાં લોકોને સુવિધાસભર સુગમ પરિવહનની ભેટ મળી છે.




Latest News