મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં યોજાશે વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ


SHARE







મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં યોજાશે વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ

૨૧ જૂન વિશ્વ યોગ દિવસનિમિત્તે મોરબી જિલ્લા કક્ષાનો મુખ્ય યોગાભ્યાસ કાર્યક્રમ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવશે. આ સાથે જ જિલ્લાના તમામ નાગરિકો ઉત્સાહભેર યોગ સાધનામાં જોડાઈ શકે તે માટે તાલુકા અને નગરપાલિકા સ્તરે પણ વિશેષ સંયુક્ત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમો અંતર્ગત મોરબી મહાનગરપાલિકાનો કાર્યક્રમ દેવ ફાર્મ, રવાપર રોડ ખાતે યોજાશે. જ્યારે ટંકારા તાલુકા અને નગરપાલિકાનો સંયુક્ત કાર્યક્રમ એમ.પી. દોષી હાઈસ્કુલ ખાતે, હળવદનો કાર્યક્રમ મહર્ષિ ગુરુકુળ ખાતે, વાંકાનેરનો કાર્યક્રમ ટાઉનહોલ ગ્રાઉન્ડ (માર્કેટ ચોક) ખાતે તેમજ માળિયા નગરપાલિકા અને તાલુકાનો સંયુક્ત કાર્યક્રમ સત્યસાંઈ વિદ્યામંદિર (પીપળીયા ચાર રસ્તા) ખાતે યોજાશે.






Latest News