માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

એસએમસી ત્રાટકી: વાંકનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી 28,912 બોટલો દારૂ ભરેલ ટ્રક સાથે એક પકડાયો, 80.86 લાખનો મુદામાલ કબ્જે


SHARE











એસએમસી ત્રાટકી: વાંકનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી 28,912 બોટલો દારૂ ભરેલ ટ્રક સાથે એક પકડાયો, 80.86 લાખનો મુદામાલ કબ્જે

વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી કન્ટેનર ટ્રક પસાર થયો હતો ત્યારે એસએમસીની ટીમ દ્વારા ટ્રકને રોકીને ચેક કરવામાં આવ્યો હતો અને આ ટ્રકની અંદરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી 28,912 બોટલો મળી આવતા 55.74 લાખથી વધુની કિંમતમાં દારૂ તથા અન્ય મુદ્દામા મળીને 80.86 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં વાહનના માલિક અને ડ્રાઈવરને પકડવામાં આવેલ છે અને માલ મોકલાવનાર અને મંગાવનાર સહિત કુલ ત્રણ શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

રાજ્યના જુદા જુદા જિલ્લાઓની અંદર એસએમસીની ટીમ દ્વારા દારૂ, જુગાર વિગેરે બદીઓને ડામવા માટે થઈને સમયાંતરે રેડ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે એસએમસીની ટીમ મોરબી જિલ્લામાં ત્રાટકી હતી અને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ વઘાસીયા ટોલનાકા નજીક આવેલ ગાયત્રી ચેમ્બર સામેથી બંધ બોડીનો કન્ટેનર ટ્રક નંબર એનએલ 01 એસી 2118 પસાર થઈ રહ્યો હતો તેને રોકીને એસએમસીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો દરમિયાન તે ટ્રકની અંદર બનાવવામાં આવેલ ચોર ખાનામાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 28,912 બોટલો મળી આવી હતી જેથી 55,74,528 ની કિંમતનો દારૂ તેમજ 25 લાખ રૂપિયાની કિંમતનું વાહન, 10,500 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન તેમજ 1070 રૂપિયા રોકડા આમ કુલ મળીને 80,86,098 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને હાલમાં ટ્રક કન્ટેનરના ડ્રાઇવર અને માલિક અચલરામ રાજુરામ રહે. ધીરાસરા તાલુકો ચોટન જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક દરમિયાન આ માલના સપ્લાયર તરીકે રાજસ્થાનના શિકાર ખાતે રહેતા મનીષ શર્માનું નામ સામે આવ્યું છે જોકે મોરબી જિલ્લામાં દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો તે નામ સામે આવ્યું નથી જેથી હાલમાં પકડાયેલા ડ્રાઇવર સહિત કુલ ત્રણ વ્યક્તિઓની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એસએમસીના અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News