મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ


SHARE







મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ કબીર ટેકરી વિસ્તારમાં મફતિયાપરા ચાનિયા જમાત પાસે એક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુલ મળીને 335 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2,99,353 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વાય.બી.જાડેજાની સૂચના મુજબ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન મોરબી એ ડિવિઝન સામેના ભાગમાં આવેલ કબીર ટેકરી શેરી નંબર 2 માં મફતિયાપરામાં ચાનીયા જમાત પાસે આવેલ સાહિલ ચાનિયા રહે. વાપરા શેરી નં. 12 વાળાના કબજા વાળા મકાનમાં સાહિલ ચાનીયા તથા જયદીપસિંહ મહોબતસિંહ ઝાલા નામના બે શખ્સોએ દારૂનો જથ્થો મંગાવીને રાખ્યો હોવાની અને તેને સગેવગે કરવાની તૈયારીમાં છે તેવી સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી દરમિયાન સ્થળ ઉપરથી દારૂની મોટી 295 બોટલ તથા નાની 40 બોટલ આમ કુલ મળીને 335 બોટલ મળી આવતા પોલીસે 2,99,353 ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો જો કે, રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી સાહિલ સીદીકભાઈ ચાનિયા રહે. વાઘપરા શેરી નં. 12 તથા જયદીપસિંહ મહોબતસિંહ ઝાલા રહે. પરસોતમ ચોક કાલિકા પ્લોટ પાસે મોરબી વાળાની સામે ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News