મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો
મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
SHARE
મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં પોલીસે મુખ્ય મહિલા તેમજ તેના મંગેતર એમ બે લોકોની ધરપકડ કરેલ છે.તેમજ ભોગ બનેલ યુવાનની સાથે પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ ટંકારાના નસીતપરના અને હાલ મોરબીના શનાળા પાસે સરદાર ડમ્પર પાસેના નંદભૂમિ એરપાર્ટમેન્ટમાં રહેતા રજતભાઈ ભીમજીભાઈ ઝાલરિયા (૩૧) નામનો યુવાન અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. થોડા દિવસો પહેલા તેણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાજલકુમારી રામજીભાઈ મહતો (ચૌહાણ) રહે.માતાવાળી ગલી માતા ચોક ગુડગાંવ હરિયાણા, કાજલકુમારીના પતિ તરીકે ઓળખ આપનાર સંજય અને પોલીસનું ખોટું નામ ધારણ કરી ધમકી આપનાર ઇસમની સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતુ કે માર્ચ-૨૦૨૫ થી ૨૫-૫-૨૬ દરમિયાનમાં મોરબી શનાળા રોડ પર આવેલ ઓસમ સ્પા ખાતે તેનો પ્રિયા નામની છોકરી સાથે સંપર્ક થયેલ હતો.બાદમાં રજતભાઇને તેણીની સાથે મિત્રતા થતા તેણીએ પોતાનું સાચું નામ કાજલકુમારી રામજીભાઈ મહતો ચૌહાણ હોવાનું જણાવ્યું હતું.ફરિયાદી અપરણિત હોય અને પ્રેમ સંબંધ બંધાયો હતો.બાદમાં કાજલકુમારીએ પોતે પરિણીત હોય અને પતિ સાથે છૂટાછેડા લઈને તારી (રજત) સાથે લગ્ન કરવા જણાવ્યું હતુ અને સ્પાનું કામ છોડી દેશે તેમ કહ્યું હતું.બાદમાં યુવતીએ એક લાખ ઉછીના માંગ્યા હતા.માર્ચ ૨૦૨૫ થી એપ્રિલ ૨૦૨૫ સુધી વતનમાં ઘર બનાવવાનું કહીને રૂા.૪,૫૦,૦૦૦ પડાવ્યા હતાં અને ફરિયાદી રજતભાઇ દિલ્હી ગયેલ ત્યારે હોટેલમાં રોકાયો હતો અને પરિવારને વાત નથી કરી તેમ કહીને ઘરે લઇ ગયેલ નહિં.બાદમાં મોરબી પરત આવી સાતમ-આઠમ સમયે કાકીને પૈસાની જરૂર હોવાનું કહીં રૂા.૫૦ હજાર અને બાદમાં ૨૦ હજાર માંગતા બેન્ક ખાતામાં જમા કર્યા હતા.પછી યુવાનને લગ્નની લાલચ આપીને એક જોડી બૂટી રૂા.૧૩,૦૦૦ અને સોનાનું બ્રેસલેટ રૂા.૪૫ હજાર અને બે સોનાની વીંટી ૨૩,૫૦૦ ની લઈ આપી હતી.માર્ચ-૨૦૨૫ માં વધુ રૂા.૭૦ હજાર અને ઓગસ્ટ માસમાં વધુ ૯૦ હજારના મોબાઇલ લઈ આપ્યા હતા.જયારે તા.૧૭-૧૧-૨૫ ના રોજ પૈસા માંગતા બેન્ક ખાતામાં ૧,૬૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા તેમજ બીજા રૂા.૧,૫૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. કાજલે લગ્નના વાયદા આપીનો રોકડ-દાગીના સહિત કુલ રૂા.૧૯ લાખ પડાવી લીધા હતા.બાદમાં તે સ્પાનું કામ મૂકીને વતનમાં જતી રહી અને ફોન કરતા ઉધ્ધત વર્તન કરતી હતી.જેથી રજતભાઇએ પૈસા અને સોનાના દાગીના પરત કરવાની વાત કરતા કાજલે યુવાનને તેના ન્યૂડ ફોટા-વિડિઓ છે.કહીને ધમકી આપીને કોન્ફરન્સ કોલમાં વાત કરાવી હતી.જેમાં સંજય નામના વ્યક્તિએ વાત કરીને ધમકી આપી હતી કે તે મારી પત્ની છે અને ફોન કરી હેરાન પરેશાન ન કરતો તને પૈસા અને મોબાઈલ મળી જશે.દિલ્હી આવ તને બે લાખ અને આઈ ફોન, પ્રો મોબાઈલ પરત આપી દઈશ અને દિલ્હી જતા સુખરાય પોલીસ સ્ટેશન લઈ ગયા જ્યાં ફરિયાદી અને તેના મિત્ર આશિષ વિરુદ્ધ ખોટી અરજી કરીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.જેથી મોરબી પરત આવી ગયા હતા આમ પ્રેમજાળમાં ફસાવી ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી ફોટો વાયરલ કરવાની ધમકી આપીને અલગ અલગ સમયે રોકડા રૂા.૧૭,૭૮,૫૦૦ તેમજ સોનાના દાગીના સહિત ૧૯ લાખની મતા પડાવી લીધી હતી.જે બાબતે ભોગ બનેલા રજત ઝાલરીયાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાવેલ હતી.
હનીટ્રેપના આ ચક્કચારી બનાવની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એન.આર.વાણીયા તથા રાઇટર મનોજભાઈ અને દીપકભાઈ ચલાવી રહ્યા હોય તેઓ દ્વારા હાલમાં મુખ્ય આરોપી મહિલા કાજલકુમારી ઉર્ફે પ્રિયા રામજીભાઈ મહંતો (૨૦) રહે.જોધપુર રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી હતી.અને તેણીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેણીના ત્રણ દિવસના કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે.જ્યારે કાજલકુમારીની જે વ્યક્તિ સાથે સગાઈ નક્કી થઈ હતી અને તે ભોગ બનેલ યુવાનની સાથે કાજલકુમારીના પતિ તરીકે વાત કરીને ધમકી આપતો હતો તેવા આરોપી સંજીવ ઉર્ફે સંજય રાજીવ મહંતો રાય (૨૩) રહે.ઇકબાલનગર તાજપર રોડ લુધિયાણા પંજાબની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે.તેમજ ભોગ બનેલ યુવાનની સાથે પોલીસ તરીકે વાત કરનાર ઇસમની મોરબી પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે