મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે


SHARE





















મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે

ગુજરાતના ઉભરતા ફૂટબોલ ખેલાડીઓને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાના આશય સાથે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-મોરબી દ્વારા ૬૫મી ‘સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા ૨૦૨૬-૨૭’ નું આયોજન કરવામાં આવ્યું છે. 

આ જિલ્લા કક્ષાની સીધી સ્પર્ધામાં ભાગ લેવા માટે તમામ શાળાઓએ પોતાના ખેલાડીઓની ઓનલાઈન એન્ટ્રી સત્તાવાર વેબસાઈટ www.subrotocup.in પર ફરજિયાતપણે કરવાની રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ તા. ૨૯/૦૬/૨૦૨૬ સુધીમાં ‘જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-મોરબી, ઓમ શાંતિ પ્રી-સ્કૂલની સામે, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-૨’ ખાતે મોકલી આપવાની રહેશે. આ સ્પર્ધામાં સબ જુનિયર ભાઈઓ (અંડર-૧૫) જેમાં ૦૧/૦૧/૨૦૧૨ પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે. જુનિયર ભાઈઓ/ બહેનો (અંડર-૧૭) કે જેમાં ૦૧/૦૧/૨૦૧૦ પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લેવા પાત્ર રહેશે. આ ફૂટબોલ સ્પર્ધાના નિયમો, રજીસ્ટ્રેશન પ્રક્રિયા અથવા અન્ય કોઈ પણ પ્રકારની વિગતવાર માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે શાળાઓ અને ખેલાડીઓએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના પ્રતિનિધિશ્રી મુસ્તાક સુમરા (મોબાઈલ નં. ૬૩૫૩૧૮૩૫૮૩) નો સંપર્ક સાધવાનો રહેશે. મોરબી જિલ્લાની તમામ શાળાઓના મહત્તમ ખેલાડીઓ આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સહભાગી બને તે માટે મોરબી જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.










Latest News