મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા

મોરબીના સનાળા ગામે આવેલ સરકારી સ્કૂલની બાજુમાં લીમડાના ઝાડ નીચે જુગાર રમતા હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી એક મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 51,600 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના શનાળા ગામે સરકારી સ્કૂલની બાજુમાં લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી નરશીભાઈ ભીખાભાઈ આંબલીયા (50), સંજયભાઈ નરશીભાઈ આંબલીયા (30), હિરેનભાઈ કાંતિભાઈ સોલંકી (20), મુકેશભાઈ અશોકભાઈ ઓગાણિયા (25), વિશાલભાઈ ભુપતભાઈ ઓગણીયા (21) અને રાધાબેન રાજેશભાઈ સોલંકી (40) રહે. બધા સનાળા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 51,600 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીના લીલાપર ગામ નજીક મચ્છુ નદીના પુલ પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલીનો જુગાર રમતા થોભણભાઈ બીજલભાઈ ઝંઝવાડીયા (35) રહે. નીલકમલ સોસાયટી લીલાપર રોડ મોરબી વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી 220 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News