મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત


SHARE









વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત

વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ કારખાનાના લોડીંગ પોઇન્ટ ઉપર યુવાન કામ કરતો હતો ત્યારે ત્યાં મૂકવામાં આવેલ પંખાના વાયર ઉપર રેકડો આવી જવાથી યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી સુધી લઈ ગયા હતા જો કે, ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યો હતો. આવી જ રીતે મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતાં યુવાનનું મોત નીપજયું હતું જે બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે.

મૂળ ઉત્તર પ્રદેશમાં રહેવાસી અને હાલમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ ઇન ડિઝાઇન સીરામીક કારખાનામાં રહેતો અને કામ કરતો રેહાન કલ્લુભાઇ શાહ (19) નામનો યુવાન કારખાનાની અંદર લોડીંગ પોઇન્ટ ઉપર લોડિંગનું કામ કરી રહ્યો હતો દરમિયાન રેકડો લઈને જતા સમયે ત્યાં રાખવામાં આવેલ પંખાના વાયર ઉપર રેકડો આવી ગયો હતો જેથી યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો. ત્યાર બાદ યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા વિવેક કરણસિંહ આહિરવાડ (18) નામના યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News