મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો


SHARE







મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ના ભાગરૂપે જુદીજુદી શાળાઓમાં કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે મોરબીમાં ડીડીઓ અને મેયરની હાજરીમાં આંબાવાડી, નાની વાવડી અને રાજપર ગામની આંગણવાડી, પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવયોજાયો હતો જયારે ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો  હતો.

મોરબીના ડીડીઓ વિદ્યાસાગરની હાજરીમાં આંગણવાડી, બાલવાટિકા, ધો. ૧ અને ધો. ૯ ના તમામ બાળકોને શૈક્ષણિક કીટો અર્પણ કરી ઉત્સાહભેર ૧૦૦ % નામાંકન કરાવવામાં આવ્યું હતું. આ તકે ડીડીઓ વિદ્યાસાગરે એસ.એમ.સી.અને એસ.એમ.ડી.સી.ના સભ્યો તેમજ સ્થાનિક વાલીઓ સાથે ખાસ બેઠક યોજીને સંવાદ સાધ્યો હતો. તેમણે મધ્યાહ્ન ભોજનની ગુણવત્તાની ચકાસણી કરી હતી તથા શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને શિક્ષણનું સ્તર સુધારવા માટે વાલીઓ-શિક્ષકોને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. અને જુદીજુદી શાળાઓમાંથી રેન્ડમલી પાંચ-પાંચ બાળકોની પસંદગી કરી તેઓનું વાંચન, ગણન અને લેખન ચકાસી ગુણાંકન કર્યું હતું આ અવસરે વેટેનરી ઓફિસર એન.ડી. ભાડજા, મોરબી નગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, તાલુકા પંચાયતના પ્રમુખ તુલસીબેન મારવાણીયા, સહિતના હાજર રહ્યા હતા.

જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

ટંકારા તાલુકાની શ્રી જીવાપર પ્રાથમિક શાળા ખાતે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગીતાબેન દુબરીયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે શાળાના આંગણે આવેલા નવપ્રવેશી ભૂલકાઓને કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપીને વહાલભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમનું શાળાના તેજસ્વી બાળકો દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ બોડા તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમા ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ દિવ્યેશભાઈ નમેરા, ટંકારાના તાલુકા વિકાસ અધિકારી ગૌતમભાઈ ભીમાણી, મિતાણા કલસ્ટરના સી.આર.સી. કો-ઓર્ડીનેટર કૌશિકભાઈ ઢેઢી સહિત હાજર રહ્યા હતા.






Latest News