મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો


SHARE









ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો

મોરબીના જેતપર ગામે હાલમાં ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને ઉપવાસ આંદોલનના છઠ્ઠા દિવસે મોરબી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં મહિલાઓ ઉપવાસી છાવણી ખાતે આવી હતી અને ત્યાં મહિલાઓ દ્વારા ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા માટે થઈને આનંદનો ગરબો કર્યો હતો અને ગરબે રમીને મહિલાઓ દ્વારા અનોખી રીતે ખાનગી વીજ કંપનીનો વિરોધ કર્યો હતો.

મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોના ખેતરમાંથી ખાનગી વીજ કંપનીની વીજ લાઈનો પસાર થાય છે અને તે વીજ લાઈનો પસાર થતી હોવાના કારણે ખેડૂતોના ખેતરની અંદર વીજ પોલ ઉભા કરવામાં આવે છે અને ખેતર ઉપરથી વીજ લાઈનો પસાર થાય છે જેની સામે નજીવું વળતર ખેડૂતોને આપવામાં આવે છે જેથી ઠેર ઠેર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે દરમિયાન મોરબી તાલુકાના જેતપર ગામે છેલ્લા છ દિવસથી ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને હાલમાં ત્રણ મહિલાઓ સહિત કુલ નવ વ્યક્તિઓ દ્વારા આમરણાંત ઉપવાસ કરવામાં આવે છે.

દરમ્યાન ગાંધીનગરથી સરકાર દ્વારા ખેડૂતોને પ્રશ્નની ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા જો કે, ખેડૂતોએ પહેલા કામ બંધ કરવામાં આવે અને પરિપત્ર બહાર પાડવામાં આવે ત્યાર પછી જ ચર્ચા વિચારણા કરવામાં આવશે તે સ્પષ્ટ શબ્દોમાં સરકારને કહી દીધું છે જો કે, ખેડૂતોએ તેઓની છ માંગણીઓ લખીને હાલમાં અધિકારીઓને આપી છે જે અધિકારી મારફતે સરકાર સુધી પહોંચવાની છે દરમિયાન મંગળવારે ઉપવાસી છાવણી ખાતે મોરબી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં મહિલાઓ આવી હતી અને ખાનગી વીજ કંપનીની સામે વિરોધ વ્યક્ત કરવા માટે થઈને ત્યાં આનંદનો ગરબો યોજવામાં આવ્યો હતો અને મહિલાઓએ ઉપવાસી છાવણી ખાતે ગરબે રમીને ખાનગી વીજ કંપની સામે અનોખો વિરોધ કર્યો હતો ઉલેખનીય છે કે બુધવારે ઉપવાસી છાવણી ખાતે ખેડૂતો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે અને તેમાં રેકોર્ડ બ્રેક રક્તદાન થશે તેવો વિશ્વાસ ખેડૂતોને વ્યક્ત કર્યો છે.




Latest News