મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના માટેરોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને તેની પત્નીએ કામમાં બરાબર ધ્યાન આપવા માટે અને વધારે કામ કરે તો વધારે પગાર આવે અને રૂપિયાની બચત થાય તેવું કહ્યું હતું જેથી યુવાનને મનોમન લાગી આવતા યુવાને લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં માટેલ રોડ ઉપર આવેલ એરાકોન સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો દસીયાભાઈ લચ્છીભાઇ મુનીયા (25) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનને તેના પત્નીએ કહ્યું હતું કે તમે કામમાં બરાબર ધ્યાન આપતા નથી, વધારે કામ કરો તો આપણને વધારે પગાર આવે અને રૂપિયાની બચત થાય જે મૃતક યુવાનને સારું નહીં લાગતા તેને મનોમન લાગી આવ્યું હતું અને તેણે પોતે પોતાની જાતે પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી લક્ષ્મણભાઈ સુરપાલભાઈ (36) નામનો યુવાન સ્મશાન સામેથી પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News