મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ?


SHARE









મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ?

મોરબીની સબજેલ જાણે કે મોબાઈલનો શોપ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અગાઉ આ જેલની અંદરથી જુદાજુદા સમયે 4 જેટલા મોબાઈલ ફોન મળી આવેલ છે ત્યાર બાદ ગઈકાલે વધુ એક વખત મોરબી સબજેલની જડતી લેવામાં આવી હતી ત્યારે જેલની અંદર જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા જેથી કરીને જેલમાં રહેલા 40 જેટલા કેદીઓની મોબાઈલની માલિકી બાબતે પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ કોઈએ મોબાઈલની માલિકીનો સ્વીકાર કર્યો ન હતો જેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આ મોબાઈલ ફોન કોના છે તે બાબતની તપાસ શરૂ કરી છે. જો કે, મોબાઈલનો માલિક પકડાશે કે કેમ તે એક મોટો સવાલ છે

મોરબીની સબ જેલની અંદર રાખવામાં આવેલા કેદીઓને પ્રતિબંધિત વસ્તુઓ પણ ઉપયોગ કરવા માટે મળતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કેમકે ગઈકાલે ડીઆઈજી ગિરીશ પંડ્યાની ટિમ દ્વારા મોરબી સબ જેલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે સાંજના 5:30 થી લઈને 7:00 વાગ્યા સુધી એટ્લે કે દોઢ કલાક સુધી ચેકિંગ ચાલ્યું હતું અને ત્યારે મોરબી સબજેલના ઇન્ચાર્જ અધિક્ષક એચ.એ.બાબરીયા સહિતનો સ્ટાફ ત્યાં હાજર રહ્યો હતો અને આ ચેકિંગની કાર્યવાહી દરમિયાન જેલના સર્કલ નંબર 0101 માં આવેલ મંદિરમાં ટિંગાળેલી થેલીમાંથી એચએમડી કંપનીનો કીપેડ વાળો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જ્યારે સર્કલ નંબર 22 માં આવેલ બેરેક નંબર 0303 ની લોબીમાં ઇલેક્ટ્રીકના બોર્ડ ઉપરના ભાગે વાયરીંગમાંથી કીપેડ વાળો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

જેથી જેલમાંથી મળી આવેલ બંને મોબાઈલ ફોન બાબતે 40 જેટલા કાચા કામના કેદીઓની જેલના સ્ટાફ અને ચેકિંગ માટે આવેલ ટીમના કર્મચારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ એક પણ કેદીએ આ મોબાઇલની માલિકી બાબતે કબુલાત આપી ન હતી અને બંને મોબાઈલ ફોન બિનવારસી હાલતમાં જેલની અંદરથી મળી આવ્યા હોવાથી આ બાબતે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુબેદાર કાનજીભાઈ એલ. સાંબડ (38) એ મોબાઇલની માલિકી ધરાવતા આજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અત્રે ઉલ્લેખીએ છે કે, હાલમાં જે બે ફોન મળી આવ્યા છે તેમાં બેટરી લગાવેલી હતી જોકે બે સીમકાર્ડ લાગે તેવી સ્પેસ ધરાવતા બંને મોબાઈલ ફોનમાં એક પણ સીમકાર્ડ હતું નહીં જેથી આ બંને મોબાઈલ ફોન કોના છે ? આમાં કયા નંબરના સીમકાર્ડ લાગતા હતા ? કયા નંબર ઉપર વારંવાર તે ફોન ઉપરથી વાત થતી હતી ? તે સહિતની દિશાઓમાં આગળની તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.આર.જાડેજા ને સોંપવામાં આવેલ છે ત્યારે હાલમાં મોરબીની સબજેલમાંથી જે બે મોબાઈલ ફોન મળી આવ્યા છે તે મોબાઈલ ફોન કોના છે ?, તેનો ઉપયોગ કોણ કરતું હતું ? તેની વિગતો બહાર આવશે કે કેમ તે તો આગામી સમય બતાવશે

ઉલ્લેખની છે કે અગાઉ આવી જ રીતે જડતી સ્ક્વોડની ટીમ સબજેલમાં આવી હતી ત્યારે કીપેડ વાળા સીમકાર્ડ વગરના બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા, ત્યાર બાદ જેલની બહારથી અંદર ફેંકવામાં આવેલ પોટલામાંથી એક મોબાઈલ મળી આવ્યો હતો અને ત્યાર બાદ ફરી જડતી સ્કવોડની ટિમ આવી હતી અને ત્યાર પણ જેલમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો આમ છેલ્લા મહિનાઓમાં મોરબી જેલમાંથી જુદાજુદા સમયે 4 મોબાઈલ ફોન મળી આવ્યા હતા જેને લઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 3 ગુના પણ નોંધાયેલ છે પરંતુ અફસોસ કે આજની તારીખે પણ અગાઉ મળી આવેલા 4 મોબાઇલ ફોન કોના હતા? કોણ તેનો ઉપયોગ કરતું હતું ? તે બાબતની કોઈ હકીકત સામે આવી નથી. 




Latest News