મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 4 શખ્સો માર માર્યો


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 4 શખ્સો માર માર્યો

અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ શક્તિ સ્ટોલ પાસે યુવાનને ખાનગી કંપનીમાં ચાલતા વાહન બાબતે બોલાચાલી ઝઘડો કરીને માર મારવામાં આવ્યો હતો જેથી સારવાર લીધા બાદ હાલમાં યુવાને 4 શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના કોટડાનાયણી ગામે રહેતા ભરતભાઈ હરજીભાઈ વરુ (25)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિજયભાઈ બાબુભાઈ ગમારા રહે. વાંછકપર, વિપુલભાઈ મોતીભાઈ ગમારા રહે. સરાયા અને બે અજાણ્યા શખ્સ આમ કુલ મળીને 4 વ્યક્તિઓની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે,  મિતાણા પાસે આવેલ ટેક્સટાઇલ્સના કારખાનામાં તેઓનું વાહન ચાલે છે અને આરોપી વિજયભાઈનું વાહન પણ ત્યાં ચાલે છે જે વાહન બાબતે તેઓની સાથે વિજયભાઈ ગમારાએ બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ તેને હાથમાં પહેરેલ કળા અને પાઇપ વડે માર મારવામાં આવતા જા પામેલા ભરતભાઈને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેઓએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 4 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ રજૂ શરૂ કરે છે

આધેડનું મોત

મૂળ તિરુવંતપુરના રહેવાસી અને હાલમાં મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ જય શક્તિ હોટલના કમ્પાઉન્ડમાં પંચરની દુકાન ખાતે રહેતા અને મજૂરી કામ કરતા ગોપાલકુમાર રાઘવન નાયર (55) નામના આધેડ તા. 23 ના રોજ રાત્રિના 12:30 વાગ્યે સુતા હતા ત્યારબાદ બીજા દિવસે સવારે 8:00 વાગ્યે ઉઠ્યા ન હતા જેથી તેમને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને બીમારી સબબ તેનું મોત નીપજયું હોય આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News