મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો


SHARE







હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો

હળવદના બુટવડા ગામે પરણીતાએ આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક મહિલાના પિતાએ તેની દીકરીને પતિ દ્વારા ચારિત્રની શંકા રાખીને દુખ ત્રાસ આપવામાં આવતો હતો જેથી ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

ધાંગધ્રા તાલુકાના થળા ગામના રહેવાસી ચંદુભાઈ ગણેશભાઈ પાડલીયાએ તેના જમાઈ મુકેશભાઈ ગણેશભાઈ લોદરીયાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, જૂન 2025 માં તેઓની દીકરી અલ્કાબેનના લગ્ન મુકેશભાઈ લોદરીયા સાથે થયા હતા અને ફરિયાદીના જમાઈ ફરિયાદીની દીકરી ઉપર ચારિત્રની શંકા રાખતા હતા અને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા જે બાબતે ફરિયાદીની દીકરીઅવારનવાર અગાઉ તેઓને જાણ પણ કરી હતી જેથી સમાધાન કરવા માટેના ફરિયાદીતેના જમાઈ અને વેવાઈની સાથે વાત પણ કરી હતી જોકે, ફરીયાદીની દીકરીએ પુત્રને જન્મ આપ્યા બાદ તેના પતિનું વર્તન બદલાઈ ગયું હતું અને ફરિયાદીની દીકરીના ચારિત્ર ઉપર શંકા કરવામાં આવતી હતી જેથી કંટાળી જઈને ફરિયાદીની દીકરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક મહિલાના પતિ સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News