મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત


SHARE







મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ પર આવેલ સરતાનપર ચોકડી પાસેથી કારમાં બે મિત્રો જઈ રહ્યા હતા અને તેઓની કાર મેઇન રોડ ઉપર લેતા હતા ત્યારે આગળ જઈ રહેલા ટ્રકની પાછળના ભાગમાં કાર ઘૂસી જવાના કારણે જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં કારની અંદર બેઠેલા બંને યુવાનોને ગંભીર ઇજા થઈ હતી જેથી તે બંનેના મોત નિપજ્યાં હતા જેથી તે બંનેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા અરવિંદભાઈ જેસીંગભાઇ ઉદેશી (33) અને તેના મિત્ર મહેશભાઈ (24) રહે. ખાખરાળા તાલુકો મુળી વાળા પંચ ગાડીમાં બેસીને સરતાનપર રોડ ઉપરથી મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ સતનપર ચોકડી પાસે પહોચ્યા હતા અને તેઓની ગાડીને નેશનલ હાઇવે ઉપર લેતા હતા ત્યારે આગળ જઈ રહેલા ટ્રકની પાછળના ભાગમાં પંચ ગાડી ઘૂસી ગઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં કારની અંદર બેઠેલા અરવિંદભાઈ તથા તેના મિત્ર મહેશભાઈને શરીરે ગંભીર જાઓ થઈ હતી જેથી તે બંને યુવાનોના મોત નીપજ્યા હતા અને બંને મૃતક યુવાનોના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાર બાદ અકસ્માત મૃત્યુના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના બળદેવભાઈ દેત્રોજા દ્વારા કરવામાં આવી હતી.






Latest News