મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે


SHARE







મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે

ગુજરાત સરકારના બાગાયત ખાતા દ્વારા બાગાયતી ખેતી કરતા ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે વિવિધ સહાયલક્ષી નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ અંતર્ગત ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમતેમજ બહુસ્તરીય પધ્ધતીથી ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમજેવા મહત્વકાંક્ષી ઘટકો માટે આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

મોરબી જિલ્લાના પાત્રતા ધરાવતા તમામ બાગાયતદાર ખેડૂતો આ યોજનાઓનો લાભ લેવા માટે સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in (આઇ-ખેડુત પોર્ટલ ૨.૦) પર તા. ૦૯/૦૭/૨૦૨૬ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. બાગાયતદારોએ સહાય મેળવવા માટે સૌપ્રથમ આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ પર પોતાની નોંધણી (રજીસ્ટ્રેશન) કરાવવી ફરજિયાત છે. ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરી શકાશે. ખેડૂતોએ નિયત ફોર્મમાં માંગ્યા મુજબના તમામ જરૂરી સાધનિક કાગળો ઓનલાઈન અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને તેની પ્રિન્ટ નકલ પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે. ઓનલાઈન અરજીની પૂર્વ મંજૂરી મળ્યા બાદ, ખેડૂતોએ ક્લેઇમ સબમિટ કરતી વખતે આ પ્રિન્ટ પર સહી કરી જરૂરી દસ્તાવેજો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે રૂબરૂ રજૂ કરવાની રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.






Latest News