મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ


SHARE









મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ

ગુજરાત સરકારના બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન મોરબી જિલ્લાની મહિલાઓને આર્થિક રીતે પગભર અને સ્વનિર્ભર બનાવવાના આશયથી ખાસ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંતર્ગત ફળ અને શાકભાજી પરિરક્ષણ માટેની “મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ)” યોજના તેમજ “અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ)” માટે આઇ-ખેડુત પોર્ટલ ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in (આઇ-ખેડુત પોર્ટલ ૨.૦) પર તા. ૦૯/૦૭/૨૦૨૬ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. આ તાલીમ ૧૮ થી ૫૦ વર્ષની વય જૂથની મહિલાઓને તેમજ ૨૫ થી ૫૦ મહિલાઓના ગ્રુપમાં આપવામાં આવશે. ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારે તેની પ્રિન્ટ નકલ પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે. અરજી મંજૂર થયા બાદ કલેઇમ સબમીટ કરતી વખતે તે પ્રિન્ટ પર સહી કરી જરૂરી આધારભૂત દસ્તાવેજો (ઓળખપત્રની નકલ, રેશનકાર્ડની નકલ, બેંક પાસબૂકની નકલ અથવા રદ કરેલ ચેક) સાથે દિન-૭માં રૂબરૂ અથવા ટપાલ દ્વારા નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬/૨૨૭, તાલુકા સેવા સદન, લાલ બાગ, મોરબીના સરનામે પહોંચતી કરવાની રહેશે. વધુ વિગતો અને માર્ગદર્શન માટે કચેરીનો રૂબરૂ અથવા ફોન નં:- ૦૨૮૧-૨૪૪૫૫૧૭ ઉપર સંપર્ક સાધવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે




Latest News