મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ


SHARE







મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ

ગુજરાત સરકારના બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન મોરબી જિલ્લાની મહિલાઓને આર્થિક રીતે પગભર અને સ્વનિર્ભર બનાવવાના આશયથી ખાસ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંતર્ગત ફળ અને શાકભાજી પરિરક્ષણ માટેની મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ)યોજના તેમજ અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ)માટે આઇ-ખેડુત પોર્ટલ ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in (આઇ-ખેડુત પોર્ટલ ૨.૦) પર તા. ૦૯/૦૭/૨૦૨૬ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. આ તાલીમ ૧૮ થી ૫૦ વર્ષની વય જૂથની મહિલાઓને તેમજ ૨૫ થી ૫૦ મહિલાઓના ગ્રુપમાં આપવામાં આવશે. ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારે તેની પ્રિન્ટ નકલ પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે. અરજી મંજૂર થયા બાદ કલેઇમ સબમીટ કરતી વખતે તે પ્રિન્ટ પર સહી કરી જરૂરી આધારભૂત દસ્તાવેજો (ઓળખપત્રની નકલ, રેશનકાર્ડની નકલ, બેંક પાસબૂકની નકલ અથવા રદ કરેલ ચેક) સાથે દિન-૭માં રૂબરૂ અથવા ટપાલ દ્વારા નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬/૨૨૭, તાલુકા સેવા સદન, લાલ બાગ, મોરબીના સરનામે પહોંચતી કરવાની રહેશે. વધુ વિગતો અને માર્ગદર્શન માટે કચેરીનો રૂબરૂ અથવા ફોન નં:- ૦૨૮૧-૨૪૪૫૫૧૭ ઉપર સંપર્ક સાધવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે






Latest News