મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત


SHARE







વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત

વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસે ધોંસ બોલાવી હતી અને રોયલ્ટી વગર રેતીનું વાહન કરતા 4 ડમ્પર ઝડપી લેવામાં આવ્યા હતા અને 1 કરોડથી વધુનો મુદામાલ મોરબી જિલ્લા એલસીબીની ટીમે ઝડપી લીધેલ છે અને આ અંગેની ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી.

મોરબી જીલ્લામાં છેલ્લા મહિનાઓમાં ખનીજ માફિયા ઉપર પોલીસે લાલ આંખ કરી છે અને ગેરકાયદે ખનીજનું ખનન કે વાહન કરતાં વાહનોને પકડીને દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં એસપી મુકેશકુમાર પટેલની સુચના મુજબ એલસીબીના પીઆઈ એસ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટિમ કામ કરી રહી છે તેવામાં વાંકાનેર તાલુકામાં લુણસર રોડ અને ગારીડાથી ગુંદાખડા તરફ જતા રસ્તા ઉપર રોયલ્ટી વગર રેતી ભરેલા ૪ જેટલા ટ્રક ડમ્પર મળી આવ્યા હતા જેની પૂછપરછ કરી આધાર પુરાવાઓ માંગતા રેતી ની હેરફરી કરતાં 4 ડમ્પર મળી આવ્યા હતા જેથી પોલીસે ડમ્પર નંબર જીજે 36 વી 5056, જીજે 13 એડબલ્યુ 9177, જીજે 36 એક્સ 8148 અને જીજે 3 સયું 8382 જેની કુલ કિંમત 1 કરોડ તેમજ 158 ટન રેતી જેની કિંમત 79,000 આમ કુલ મળીને 1,00,79,000 નો મુદામાલ જપ્ત કર્યો હતો અને દંડ વસૂલ કરવા માટે આ કાર્યવાહીની ખાણ ખનીજ વિભાગને જાણ કરવામા આવી હતી.






Latest News