મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત


SHARE







મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભમાં વીજ વાયર નાખવા માટેની કામગીરી કરવામાં આવેલ છે જો કે, યોગ્ય રીતે જમીનમાં વાયર નાખવામાં આવે તેના માટે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા મોરબી પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી છે.

મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાપીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધી અને કડિયા બોર્ડિંગ આસપાસમાં પીજીવીસીએલ દ્વારા ભૂગર્ભમાં નાખેલા વાયર જમીનની ઉપરના ભાગમાં આવી ગયા છે. જેથી કરીને ચોમાસમાં કોઈ જીવલેણ અકસ્માત થાય તેવી શક્યતા છે જેથી કરીને ભૂગર્ભમાં વાયરો નિયમ મુજબ ઊંડા નાખવામાં આવે તેવી માંગ કરી છે. અને જો તંત્ર દ્વારા બેદરકારી રાખવામા આવશે અને કોઈપણ જનહાનિ થશે તો તેની સીધી જવાબદારી પીજીવીસીએલની રહેશે તેવી ચીમકી શહેર કોંગ્રેસ પ્રમુખે ઉચ્ચારી છે.






Latest News